Money laundering case : સંજય રાઉતના ઘરે પહોચી EDની ટીમ, શિવસેના સાંસદને કસ્ટડીમાં લઈ શકે છે

આ પહેલા ઈડીએ 1034 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં સંજય રાઉતને (Sanjay Raut) બુધવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. બીજી તરફ આ કેસની સાક્ષી સપના પાટકરને નિવેદન પાછું ખેંચી લેવાની ધમકી આપવામાં આવી છે.

Money laundering case : સંજય રાઉતના ઘરે પહોચી EDની ટીમ, શિવસેના સાંસદને કસ્ટડીમાં લઈ શકે છે
Sanjay Raut (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 8:36 AM

મહારાષ્ટ્રમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાત્રા ચોલ જમીન કૌભાંડ કેસમાં સેન્ટ્રલ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ આજે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના (Sanjay Raut) ઘરે પહોંચ્યા છે. આ પહેલા ઈડીએ 1034 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં સંજય રાઉતને બુધવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. બીજી તરફ આ કેસની સાક્ષી સપના પાટકરને નિવેદન પાછું ખેંચી લેવાની ધમકી આપવામાં આવી છે. આ કેસમાં રાઉત પર ધરપકડની તલવાર લટકી રહી છે.

વાસ્તવમાં, મુંબઈ પોલીસે પાત્રાચોલ જમીન કૌભાંડ કેસની સાક્ષી સપના પાટકરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ કેસ નોંધ્યો છે. આ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નામ પણ સામેલ છે. આરોપ છે કે સંજય રાઉતે સપનાને ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. તે જ સમયે, ધમકીભર્યા પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે તેણે નિવેદનમાં કહેવું જોઈએ કે તેણે અગાઉ જે વાતો કહી છે તે ભાજપના નેતા કિરીટ સોમૈયાના દબાણમાં કહી હતી. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉત પર સપના પાટકર સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ લાગ્યો છે. આનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. તેની ફરિયાદના આધારે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો હતો.

શું છે પાત્રા ચોલ કૌભાંડ

પાત્રા ચોલ કૌભાંડ મુંબઈના ગોરેગાંવ વિસ્તાર સાથે સંબંધિત છે. આ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં લગભગ 1034 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. આ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને તેમની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતની ધરપકડ

ED આ કેસમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતની ધરપકડ કરી ચૂકી છે. આરોપ છે કે પ્રવીણે પાત્રા ચોલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે. જેમાં એક કન્સ્ટ્રક્શન કંપનીને અહીં ત્રણ હજાર ફ્લેટ બનાવવાનું કામ મળ્યું હતું, જેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા લોકોને આપવાના હતા. બાકીના મ્હાડા અને કંપનીને આપવાના હતા. પરંતુ વર્ષ 2011માં આ જમીનનો કેટલોક ભાગ અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો હતો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">