સમીર વાનખેડેએ કોર્ટમાં જમા કરાવ્યા આ પ્રમાણપત્ર, વાનખેડેના વકીલે મલિકના દાવાને ગણાવ્યા પોકળ

નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે, સમીર વાનખેડેએ અનામત હેઠળ નોકરી મેળવવા માટે નકલી જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ અંતર્ગત ગુરુવારે મલિકે પોતાના વકીલો દ્વારા જસ્ટિસ માધવ જામદારની બેંચ સમક્ષ ત્રણ દસ્તાવેજો પણ જમા કરાવ્યા હતા.

સમીર વાનખેડેએ કોર્ટમાં જમા કરાવ્યા આ પ્રમાણપત્ર, વાનખેડેના વકીલે મલિકના દાવાને ગણાવ્યા પોકળ
Sameer Wankhede Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 4:24 PM

Sameer Wankhede Case: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નામ, જાતિ અને ધર્મ સંબંધિત કેસમાં તેમણે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) સમક્ષ કેટલાક દસ્તાવેજો રજુ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ દસ્તાવેજો સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ દ્વારા મહારાષ્ટ્રના લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિક (Nawab Malik) વિરુદ્ધ દાખલ 1.2 કરોડના માનહાનિના કેસ હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

બીજી તરફ એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકે કોર્ટમાં સમીર વાનખેડેની શાળા છોડવાનું પ્રમાણપત્ર (Leaving Certificate) રજૂ કર્યું છે, જેમાં તેના પિતાનું નામ જ્ઞાનદેવ દાઉદ વાનખેડે છે અને તેનો ધર્મ મુસ્લિમ છે. NCP નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે વાનખેડેએ નોકરી મેળવવા માટે નકલી જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ માટે તેણે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારની બેન્ચને ત્રણ દસ્તાવેજો સોંપ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તેમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના પબ્લિક હેલ્થ ઓફિસર દ્વારા સમીર વાનખેડેના પિતાનું નામ બદલવા અંગેની જાહેરાતની નકલ સાથેનો પત્ર પણ સામેલ છે. આ સાથે તેણે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ અને સેન્ટ પોલ હાઈસ્કૂલ અને સેન્ટ જોસેફ હાઈસ્કૂલ દ્વારા આપવામાં આવેલ સમીર વાનખેડેનું શાળા છોડવાનું પ્રમાણપત્ર પણ કોર્ટમાં રજુ કર્યુ છે.

નવાબ મલિક પાસે કોઈ માહિતી નથી

આ જ કેસની સુનાવણી દરમિયાન જ્ઞાનદેવ વાનખેડેના વકીલે કહ્યું હતુ કે મલિકે RTI દ્વારા સમીર વાનખેડેના જન્મ પ્રમાણપત્ર વિશે માહિતી માંગી હતી, એટલે કે ઘણા દિવસોના ટ્વીટ પછી તેણે આ માહિતી માંગી હતી. કોઈ નક્કર માહિતી મળ્યા વિના તેમણે ટ્વિટ કર્યું.

આ RTIમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 1993માં સમીરના પિતાનું નામ જ્ઞાનદેવ તરીકે સુધારી દેવામાં આવ્યું છે અને તેને સુધારનાર અધિકારી વિશે પણ લખ્યું છે. વધુમાં વકીલે કહ્યું કે, “ટ્વીટ કરતા પહેલા મલિકે જે કરવું જોઈતું હતું, તે ટ્વીટ કર્યા પછી કરી રહ્યો છે.”

સમીર અને તેના પિતાને ‘દાઉદ’ ન કહેવામાં આવે

ઉપરાંત સમીર વાનખેડેના વકીલે જસ્ટિસ જામદારને ભારપૂર્વક જણાવ્યું કે દસ્તાવેજો દર્શાવે છે કે વાનખેડેના પિતાએ સમીર વાનખેડેના પ્રમાણપત્રોમાં આ રીતે ફેરફાર કર્યા છે. તેથી મલિકે વાનખેડેને દાઉદ ન કહેવો જોઈએ. શેખે એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે શાળા દ્વારા પ્રમાણપત્રની નકલ પોલીસને સોંપવામાં આવી હતી અને આશ્ચર્યની વાત છે કે તે મલિક સુધી કેવી રીતે પહોંચ્યું.

આ પણ વાંચો: મુંબઈમાં આગનો સિલસિલો યથાવત : શહેરના વિલે પાર્લે વિસ્તારમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે

આ પણ વાંચો: નાંદેડ અને માલેગાંવ હિંસા કેસમાં 119 લોકોની ધરપકડ, સાંપ્રદાયિક તણાવ દરમિયાન લાખો રૂપિયાની સંપતિને થયું નુકસાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">