આર્યનખાનની ધરપકડ બાદ સલમાન ખાન પહોંચ્યા ‘મન્નત’, શાહરૂખ સાથે કરી મુલાકાત

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ રવિવારે 3 ઓક્ટોબરના રોજ સલમાન ખાન બેન્ડસ્ટેન્ડ મુંબઈમાં શાહરૂખ ખાનના બંગલા મન્નત ખાતે પહોંચ્યા.

આર્યનખાનની ધરપકડ બાદ સલમાન ખાન પહોંચ્યા 'મન્નત', શાહરૂખ સાથે કરી મુલાકાત
Salman Khan, Shah Rukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 11:42 PM

સલમાન ખાન 3 ઓક્ટોબર રવિવારે મુંબઈના બેન્ડસ્ટેન્ડ ખાતે શાહરૂખ ખાનના બંગલા મન્નત પર પહોંચતા જોવા મળ્યા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અગાઉ શાહરુખના પુત્ર આર્યન ખાનની કોર્ડેલિયા ક્રૂઝના મહારાણી જહાજ પર ડ્રગનો પર્દાફાશ કર્યા બાદ ધરપકડ કરી હતી. આર્યન ઉપરાંત અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ કેસમાં ત્રણેય આરોપીઓને 4 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

મુંબઈથી ગોવા (Mumbai-Goa Cruise Drugs & Rave Party) જઈ રહેલી ક્રુઝમાં રેવ પાર્ટી ચાલી રહી હતી. કોર્ડેલીયા ધી ઈમ્પ્રેસ (Cordelia the Impress) નામની ક્રૂઝમાં ચાલી રહેલી આ રેવ પાર્ટીમાં ડ્રગ્સ અને ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Mumbai Narcotics Control Bureau- NCB)એ તેના પર દરોડા પાડ્યા અને 8 લોકોને કસ્ટડીમાં લીધા. આ અટકાયત કરાયેલા લોકોમાં મેગાસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ પણ સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પછી આર્યન ખાનની 12 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. આર્યનનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેની સાથે થયેલી ચેટની તપાસ ચાલુ રહી હતી. આર્યન ખાને પૂછપરછમાં જણાવ્યું છે કે પાર્ટીમાં તેમને VVIP મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સાંજ સુધીમાં તેણે ડ્રગ્સ લેવાની કબૂલાત પણ કરી હતી. ધરપકડ કરાયેલા આઠ લોકોમાં દિલ્હીના એક મોટા ઉદ્યોગપતિની ત્રણ પુત્રીઓનો પણ સમાવેશ થાય છે. NCB દ્વારા જે આઠ લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં મુનમુન ધમેચા, નુપુર સારિકા, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત ચોકેર, ગોમિત ચોપરા, આર્યન ખાન અને અરબાઝ શેઠ મર્ચન્ટ છે.

સલમાન ખાન શાહરૂખ ખાનને મળવા ‘મન્નત’ પહોંચ્યા

આ દરમિયાન, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન શાહરૂખ ખાનને મળવા માટે તેમના નિવાસસ્થાન ‘મન્નત’ પહોંચ્યો હતો. આર્યન ખાનની ધરપકડ બાદ સલમાન ખાન શાહરૂખ ખાનને મળવા ગયો અને તેની તબિયત વિશે પૂછ્યું. લગભગ રાતે 11 વાગ્યે સલમાન ખાન શાહરૂખ ખાનના બંગલા પર પહોંચ્યો. તે તેમની રેન્જ રોવરની આગળની સીટ પર બેઠા હતા. સલમાન મન્નતની બહાર ભેગા થયેલા મીડિયાકર્મીઓને તેમની કારને અંદર જવાનો રસ્તો બનાવવા માટે ઈશારો કરતા જોવા મળ્યા હતા.

NCB દ્વારા NDPS એક્ટની કલમ 8 (c), 20 (b), 27 અને 35 હેઠળ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી

લાંબી પૂછપરછ બાદ આર્યન ખાનની આજે NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આર્યન સામે NDPS એક્ટની કલમ 8 (c), 20 (b), 27 અને 35 હેઠળ ગુનો નોંધાયો હતો. આર્યન ખાન ઉપરાંત NCBએ અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની પણ ધરપકડ કરી છે. પ્રતિબંધિત પદાર્થના સેવન, વેચાણ અને ખરીદીના આરોપમાં રવિવારે બપોરે 2 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી.

13 ગ્રામ કોકેઈન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એમડીએમએ (એક્સ્ટસી)ની 22 ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડ મળી આવતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આર્યન ખાન પર ડ્રગ્સ લેવા માટે ગુનો નોંધવામાં આવ્યો હતો, અરબાઝ અને મુનમુનને કબજામાં લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આર્યન ખાન સહિત ત્રણેય આરોપીને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Aryan Khan Drugs Case: શાહરુખ ખાનનો પુત્ર ફસાઈ ગયો કે ફસાવવામાં આવ્યો? શંકાની સોય બટાટા ગેંગ પર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">