મહારાષ્ટ્ર: સાંઈધામ શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ, સાંઈ જન્મભૂમિ પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી વકર્યો વિવાદ

મહારાષ્ટ્રમાં આવેલા પ્રસિદ્ધ સાંઈધામ શિરડીમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન અપાયું છે. સીએમ ઉદ્ધવના નિવેદન બાદ આખોય વિવાદ વકર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પાથરી શહેરને સાંઈબાબાનું જન્મસ્થાન ગણાવીને 100 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરતાં શિરડીના લોકો નારાજ છે. શિરડી ગ્રામસભાએ શિરડી બંધનું એલાન આપ્યું છે.   Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, […]

મહારાષ્ટ્ર: સાંઈધામ શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ, સાંઈ જન્મભૂમિ પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી વકર્યો વિવાદ
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 4:20 AM

મહારાષ્ટ્રમાં આવેલા પ્રસિદ્ધ સાંઈધામ શિરડીમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન અપાયું છે. સીએમ ઉદ્ધવના નિવેદન બાદ આખોય વિવાદ વકર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પાથરી શહેરને સાંઈબાબાનું જન્મસ્થાન ગણાવીને 100 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરતાં શિરડીના લોકો નારાજ છે. શિરડી ગ્રામસભાએ શિરડી બંધનું એલાન આપ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શિરડી ગ્રામસભાએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી ઠાકરે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે ત્યાં સુધી બંધ ચાલુ રહેશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે સાંઈ બાબાએ ક્યારેય તેમના જન્મ અને ધર્મનો ઉલ્લેખ કર્યો નથી કે સાંઈ ચરિત્રમાં તેના વિશે કંઈ લખ્યું નથી. અમે તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેએ 9 જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી કે સાંઈબાબાના જન્મ સ્થળ પાથરી શહેરને 100 કરોડનું વિકાસ ભંડોળ આપવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેમની આ જાહેરાતથી શિરડીના લોકો નારાજ છે અને સીએમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સરકાર પાથરી અંગેનો નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ કોર્ટમાં જશે. સાંઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અશોક ખાંબેકર કહે છે કે સાંઈબાબાએ ક્યારેય કોઈને તેમના જન્મ, ધર્મ વિશે જણાવ્યું ન હતું. બાબા એ બધા ધર્મનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ ખોટી માહિતી આપી છે. CMએ પહેલા સાંઈ સત્ ચરિત્રનો અભ્યાસ કરવો જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">