Mumbai : મોહન ભાગવત મુંબઈમાં મુસ્લીમ વિદ્વાનો સાથે કરશે મુલાકાત

સંઘની સંકલન પરિષદમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ હતી. મુસ્લિમ વિદ્વાનો સાથે સંઘના વડાની બેઠકને આ સંદર્ભમાં એક વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે.

Mumbai : મોહન ભાગવત મુંબઈમાં મુસ્લીમ વિદ્વાનો સાથે કરશે મુલાકાત
મોહન ભાગવત (ફાઈલ ઈમેજ)

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) આજે (6 સપ્ટેમ્બર, સોમવાર) મુંબઈમાં છે. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ આવી રહ્યા છે. આ ઇવેન્ટનું આયોજન ફાઇવ સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તેઓ આજે કેટલાક મહત્વના મુસ્લિમ વિદ્વાનો સાથે મુલાકાત કરવાના છે. સંઘની ત્રણ દિવસીય સંકલન પરિષદ દરમિયાન આ માહિતી સામે આવી છે. 3 સપ્ટેમ્બરથી નાગપુરમાં ચાલી રહેલો આ કાર્યક્રમ રવિવારે સમાપ્ત થયો છે.

સંઘની આ સંકલન પરિષદમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ હતી. મુસ્લિમ વિદ્વાનો સાથે સંઘના પ્રમુખની બેઠકને આ સંદર્ભમાં એક વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ સંઘના પદાધિકારીઓ કહે છે કે સંઘ એક સામાજિક સંસ્થા છે. અહીં કોઈ રાજકીય સંગઠન નથી. તેથી તેની દરેક ગતિવિધિને ચુંટણીના એંગલથી જોવી એ ખોટું છે.

આમ પણ, દેશમાં દર બે-ચાર મહિને ક્યાંક ચૂંટણી યોજાય છે. આવી પરીસ્થિતિમાં શું દરેક કામ ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવે છે? અને તેમ છતાં બધુ જ કામ ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવે તો તેમાં ખોટું શું છે? ચૂંટણી એ લોકશાહીની મહત્વની ઘટના છે. ચૂંટણીથી લોકશાહી મજબૂત બને છે. લોકોની તાકાત અને શક્તિનો પરીચય મળે છે.

ઈન્ફોસીસ મામલે સંઘે કર્યો કિનારો, પાંચજન્ય મુખપત્ર અમારુ નહી.

આ દરમિયાન, એક નોંધપાત્ર સમાચાર એ છે કે સંઘે ઈન્ફોસિસ કેસથી પોતાને દૂર કરી લીધુ છે. રવિવારે, આરએસએસના મુખપત્ર તરીકે ઓળખાતા સાપ્તાહિક સામાયિક પાંચજન્યમાં ઇન્ફોસિસ કંપની વિરુદ્ધ એક લેખ પ્રકાશિત થયો હતો. પરંતુ સંઘે હવે તેનાથી કિનારો કરી લીધો છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેડકરે એક ટ્વીટમાં સ્પષ્ટ કર્યું કે પાંચજન્ય આરએસએસનું મુખપત્ર નથી અને તેમાં પ્રકાશિત થયેલા લેખોને સંઘ સાથે જોડવા જોઈએ નહીં.

CAA અને NRC માં તેઓ જે હિન્દુ-મુસ્લિમ ભેદ શોધી રહ્યા છે તેઓ નફરત પેદા કરવાની કોશીશ કરી રહ્યા છે.

જુલાઈમાં આસામની મુલાકાત દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને નેશનલ સીટીઝન રજિસ્ટ્રેશન (NRC) માં બળજબરી પુર્વક હિંદુ-મુસ્લિમ ભેદ દેખાડવામાં આવી રહ્યા છે. તેમને હિન્દુ-મુસ્લિમ સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં, કેટલાક લોકો પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે બિનજરૂરી રીતે આને કોમવાદના ચશ્માથી જોઈ રહ્યા છે. આ નાગરિકતા કાયદાઓથી કોઈ – પણ મુસ્લિમને કોઈ નુકસાન થશે નહીં. ભારતના આ કાયદાઓને મુસ્લિમો તેને શંકાની નજરે જોશે નહીં.

આ પણ વાંચો :  Maharashtra : મુંબઈમાં કોરોનાનાં નવા લક્ષણો આવ્યા સામે, જાણો આ લક્ષણો વિશે

Click on your DTH Provider to Add TV9 Gujarati