ચા ના બનાવી આપવી એ પત્ની પર હુમલાનો બચાવ ના ગણી શકાય, પત્ની કોઇ ગુલામ નથી : બોમ્બે હાઇકોર્ટ

Bombay High Court એ  ઘરેલું હિંસાના એક કેસની સુનાવણીમાં કહ્યું હતું કે પત્ની કોઇ ગુલામ અથવા કોઈ વસ્તુ નથી. અદાલતે પતિ દ્વારા તેની પત્ની પર કરેલા જીવલેણ હુમલામાં 35 વર્ષીય વ્યક્તિની સજાને માન્ય રાખી હતી

ચા ના બનાવી આપવી એ પત્ની પર હુમલાનો બચાવ ના ગણી શકાય, પત્ની કોઇ ગુલામ નથી : બોમ્બે હાઇકોર્ટ
Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 25, 2021 | 7:01 PM

Bombay High Court એ  ઘરેલું હિંસાના એક કેસની સુનાવણીમાં કહ્યું હતું કે પત્ની કોઇ ગુલામ અથવા કોઈ વસ્તુ નથી. અદાલતે પતિ દ્વારા તેની પત્ની પર કરેલા જીવલેણ હુમલામાં 35 વર્ષીય વ્યક્તિની સજાને માન્ય રાખી હતી. અને કહ્યું કે પતિને ચા બનાવી આપવાનો ઇનકાર પત્નીને મારવા માટે ઉશ્કેરવાના કારણ તરીકે સ્વીકારી શકાય નહીં.

Bombay High Court  ના ન્યાયાધીશ રેવતી મોહિતે દેરે આદેશમાં કહ્યું હતું કે લગ્ન સમાનતા પર આધારિત ભાગીદારી છે, પરંતુ સમાજમાં પિતૃસત્તાની અવધારણા હજી પણ યથાવત્ છે અને એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષોની સંપત્તિ છે જેના કારણે પુરુષ વિચારવાનું શરૂ કરે છે કે સ્ત્રી તેમની  ગુલામ છે.

હાઈકોર્ટે કહ્યું કે દંપતીની છ વર્ષની પુત્રીનું નિવેદન વિશ્વસનીય છે. સ્થાનિક અદાલતે વર્ષ 2016 માં સંતોષ અખ્તર (35) ને સજા ફટકારતા 10 વર્ષની સજાને કોર્ટે માન્ય રાખી હતી. અખ્તરને મહિલાના ખૂનના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ઓર્ડર મુજબ, ડિસેમ્બર 2013 માં, અખ્તરની પત્ની તેના માટે ચા બનાવ્યા વિના બહાર જવાની વાત કરી રહી હતી, ત્યારબાદ અખ્તરએ તેના માથા પર એક હથોડી વડે હુમલો કર્યો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

કેસની વિગતો મુજબ અને દંપતીની પુત્રીના નિવેદન અનુસાર, અખ્તર હુમલા બાદ ઘટના સ્થળને સાફ કરે છે અને પત્નીને નવડાવે છે અને હોસ્પિટલમાં દાખલ કરે છે. લગભગ એક અઠવાડિયા હોસ્પિટલમાં દાખલ થયા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. બચાવમાં દલીલ કરવામાં આવી હતી કે અખ્તરની પત્નીએ તેના માટે ચા બનાવવાની ના પાડી હતી. જેના કારણે તેણે આ ગુનો કર્યો હતો.

કોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે કોઈ પણ રીતે એ સ્વીકારી શકાય નહીં કે મહિલાએ ચા બનાવવાનો ઇનકાર કરીને પતિને ઉશ્કેર્યો, જેના કારણે તેની પત્ની પર જીવલેણ હુમલો થયો. કોર્ટે કહ્યું કે મહિલાઓની સામાજિક પરિસ્થિતિઓને લીધે તેઓ પોતાને તેમના પતિને સોંપે છે. તેમણે કહ્યું, “તેથી આવા કિસ્સાઓમાં પુરુષો પોતાને શ્રેષ્ઠ અને તેમની પત્નીઓને ગુલામ માનતા હોય છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati