Maharashtra Political Crisis: એકનાથ શિંદેએ પોતાના સમર્થકોને ભાજપ સાથે જવાનો નિર્ણય સંભળાવ્યો, વીડિયો આવ્યો સામે

એકનાથ શિંદેનો આ વીડિયો શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહા વિકાસ આઘાડી સરકાર માટે સૌથી મોટો ઝટકો છે, આ વીડિયોમાં ધારાસભ્ય પોતાના વિશેના તમામ નિર્ણયો એકનાથ શિંદેને આપતા જોવા મળે છે.

Maharashtra Political Crisis: એકનાથ શિંદેએ પોતાના સમર્થકોને ભાજપ સાથે જવાનો નિર્ણય સંભળાવ્યો, વીડિયો આવ્યો સામે
Eknath Shinde interacts with supporting MLAs Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 8:27 PM

મહારાષ્ટ્રના (Maharashtra) રાજકીય ઉથલપાથલ વચ્ચે આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. એકનાથ શિંદેએ (Eknath Shinde) પહેલીવાર ભાજપ સાથે જવાનો નિર્ણય લીધો છે. એકનાથ શિંદેનો નવો વીડિયો સામે આવ્યો છે. એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યોને સંબોધિત કરતા ભાજપ સાથે જવાની વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં એકનાથ શિંદે કહેતા જોવા મળી રહ્યા છે કે ભાજપ રાષ્ટ્રીય પાર્ટી છે. એક મહાન શક્તિ છે. ભાજપે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. આપણું સુખ અને દુ:ખ એક છે. આપણને કોઈ પણ વસ્તુની કમી થવા દેવામાં આવશે નહીં.

એકનાથ શિંદેનો આ વીડિયો શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહા વિકાસ આઘાડી સરકાર માટે સૌથી મોટો ઝટકો છે, આ વીડિયોમાં ધારાસભ્ય પોતાના વિશેના તમામ નિર્ણયો એકનાથ શિંદેને આપતા જોવા મળે છે. એકનાથ શિંદેએ પણ પહેલીવાર ભાજપ સાથે જવાનો સંકેત આપ્યો છે.

એકનાથ શિંદેએ કહ્યું, ભાજપ સાથે જવાનો નિર્ણય કર્યો

એકનાથ શિંદે આ વીડિયોમાં કહી રહ્યા છે, ‘જે પણ સુખ અને દુ:ખ આપણું છે, તે એક છે. ગમે તે થાય, આપણે એક થઈશું. આગળ જે પણ થાય, જીત આપણી જ થશે. તમે મને જે કહ્યું તે રાષ્ટ્રીય પક્ષ છે. તે મહા શક્તિ છે. તેમણે કહ્યું કે આખું પાકિસ્તાન… શું સ્થિતિ હતી, તમે જાણતા જ હશો… તેમણે મને કહ્યું કે તમે જે નિર્ણય લીધો છે તે ઐતિહાસિક છે. આની પાછળ આપણી શક્તિ છે. આપણને જે જોઈશે તે આપશે. આનો અનુભવ તમને ચોક્કસ મળશે.

ભાજપ એક્શનમાં જોવા મળી, ફડણવીસ દિલ્હી જવા રવાના થયા

આ દરમિયાન ભાજપ એક્શનમાં જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. એવી સંભાવના છે કે તેઓ આ મુદ્દે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરશે. આ પછી એકનાથ શિંદે સાથે ચર્ચા થવાની શક્યતા છે. સત્તાની ફોર્મ્યુલા ટૂંક સમયમાં નક્કી થાય તેવી શક્યતા છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">