Maharashtra: ખાલિસ્તાની આતંકી રિંડાએ જ નાંદેડમાં મોકલ્યું હતું RDX, સ્લીપર સેલની મદદથી મુંબઈ લોકલમાં સિરિયલ બ્લાસ્ટની યોજના ઘડી?

લગભગ 5-6 મહિના પહેલા મુંબઈ (Mumbai)માં ઈનપુટ મળ્યો હતો, જેમાં મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થવાની આશંકા હતી. આ એલર્ટ હરવિંદર સિંહ રિંડાના સંબંધમાં હોવાનું કહેવાય છે.

Maharashtra: ખાલિસ્તાની આતંકી રિંડાએ જ નાંદેડમાં મોકલ્યું હતું RDX, સ્લીપર સેલની મદદથી મુંબઈ લોકલમાં સિરિયલ બ્લાસ્ટની યોજના ઘડી?
50 companions of Khalistani terrorist Rinda in Nanded
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 7:44 PM

હરિયાણામાં પકડાયેલા ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાનું નાંદેડ કનેક્શન (Nanded Khalistani Terrorist Connection) સામે આવતા જ એક પછી એક નવી માહિતી બહાર આવી રહી છે. પાકિસ્તાનમાં રહીને પોતાના કામને અંજામ આપનાર આતંકવાદી હરવિંદર સિંહ રિંડા (Harvinder Singh Rinda) નાંદેડમાં હાજર સ્લીપર સેલને સક્રિય કરીને એક મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિંડાએ નાંદેડમાં આરડીએક્સનો મોટો માલ મોકલ્યો હતો. ગઈ કાલે પોલીસ અધિક્ષકે માહિતી આપી હતી કે નાંદેડમાં 50 લોકો રિંડા માટે કામ કરી રહ્યા છે. શું રિંડા આ સ્લીપર સેલની મદદથી મુંબઈ લોકલ ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો? RDX શા માટે નાંદેડ મોકલવામાં આવ્યું?

લગભગ 5-6 મહિના પહેલા મુંબઈમાં ઈનપુટ મળ્યો હતો, જેમાં મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થવાની આશંકા હતી. આ એલર્ટ હરવિંદર સિંહ રિંડાના સંબંધમાં હોવાનું કહેવાય છે. તેથી નાંદેડ ખાતેથી જપ્ત કરાયેલા આરડીએક્સના કન્સાઈનમેન્ટનો ઉપયોગ મુંબઈ લોકલ ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ માટે તો કરવાનો હતો? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. નાંદેડમાં આટલા મોટાપાયે આરડીએક્સ લાવવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્ર એટીએસને તેની જાણ સુદ્ધાં નહોતી, આ બીજો મહત્વનો પ્રશ્ન છે.

મહારાષ્ટ્રમાં કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાનો ઈરાદો હતો

ગઈકાલ સુધી પોલીસની ત્રણ ટીમોએ રિંડાના નાંદેડમાં હાજર ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું. તેના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી. આ શોધમાં કેટલીક તલવારો મળી આવી હોવાની માહિતી સામે આવી છે. ગુરુવારે હરિયાણાની કરનાલ પોલીસે ચાર આતંકીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેઓ રિંડાના ઈશારે હથિયારોનો જથ્થો લઈને મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવતા હતા. એટલે કે મહારાષ્ટ્રમાં કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાનો ઈરાદો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નાંદેડ પોલીસ ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ માટે હરિયાણા રવાના થઈ

આ પછી મહારાષ્ટ્રની નાંદેડ પોલીસ પણ સક્રિય થઈ ગઈ અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ધરપકડ શરૂ કરવામાં આવી. શુક્રવાર રાતથી જ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં પોલીસના હાથે કેટલા લોકો ઝડપાયા છે, કેટલા હથિયારો મળી આવ્યા છે, હજુ સુધી આ માહિતી સામે આવી નથી. હરિયાણામાં ધરપકડ કરાયેલા ચાર લોકોની પૂછપરછ કરવા માટે નાંદેડ પોલીસની એક ટીમ હરિયાણા રવાના થઈ ગઈ છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">