રાણા દંપતીને કોર્ટ તરફથી રાહત, સુનાવણી દરમિયાન કહ્યું રાજદ્રોહનો આરોપ લગાવવા માટે પૂરતા આધાર નથી

કોર્ટે જણાવ્યું હતું કે આ તબક્કે રાણા દંપતી (Navneet Rana & Ravi Rana) સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 124A (રાજદ્રોહ) હેઠળ પ્રાથમિક દ્રષ્ટિએ આરોપો બનતા નથી.

રાણા દંપતીને કોર્ટ તરફથી રાહત, સુનાવણી દરમિયાન કહ્યું રાજદ્રોહનો આરોપ લગાવવા માટે પૂરતા આધાર નથી
MP Navneet Rana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 4:10 PM

મુંબઈની (Mumbai) એક વિશેષ અદાલતે કહ્યું છે કે સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ બંધારણ હેઠળ મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાની મર્યાદાને ઓળંગી દીધી છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ માત્ર અપમાનજનક અથવા વાંધાજનક શબ્દોની અભિવ્યક્તિ જ તેમના વિરૂદ્ધ રાજદ્રોહનો આરોપ લગાવવા માટે પુરતા આધાર થઈ શક્તા નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરવાની દંપતીની જાહેરાતનો હેતુ હિંસક માધ્યમથી સરકારને ઉથલાવી દેવાનો નહોતો. જો કે, તેમના નિવેદન દોષપુર્ણ છે, પરંતુ તે નિવેદનો મને રાજદ્રોહના આરોપ હેઠળ લાવવા માટે પૂરતા નથી.

સ્પેશિયલ કોર્ટના જજ આર. એન. રોકાડે બુધવારે લોકપ્રતિનિધિ દંપતીને જામીન આપતાં આ ટિપ્પણી કરી હતી. ઓર્ડરની વિગતવાર નકલ શુક્રવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ તબક્કે રાણા દંપતી સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 124A (રાજદ્રોહ) હેઠળ પ્રાથમિક દ્રષ્ટિએ આરોપો બનતા નથી.

મુંબઈ પોલીસે આ રીતે કર્યો વિરોધ

મુંબઈ પોલીસે ગયા અઠવાડિયે દંપતીની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તેમની યોજના ગુનાના ઉદ્દેશ્યને પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ હકીકતમાં રાજ્ય સરકારને પડકારવાનું એક મોટું કાવતરું હતું. આ યોજનાનો હેતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવાનો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા વર્તમાન સરકારને વિખેરી નાખવાની માંગણી કરવાનો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોર્ટે આપ્યુ આ નિવેદન

જો કે, દંપતીના ભાષણોની નોંધ લેતા કોર્ટે કહ્યું હતું કે, બેશકપણે, અરજદારોએ બંધારણ હેઠળ બાંયધરી આપવામાં આવેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની મર્યાદાને વટાવી દીધી છે. જો કે, માત્ર અપમાનજનક અથવા વાંધાજનક શબ્દોની અભિવ્યક્તિ IPCની કલમ 124A માં સમાવિષ્ટ જોગવાઈઓને અસર કરવા માટે પૂરતું કારણ હોઈ શકે નહીં.

કોર્ટે કહ્યું કે, આ જોગવાઈઓ માત્ર ત્યારે જ લાગુ થશે જ્યારે લેખિત અને બોલાયેલા શબ્દોમાં હિંસાનો આશરો લઈને જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવાની અથવા ખલેલ પહોંચાડવાની વૃત્તિ અથવા હેતુ ધરાવે છે. અરજદારોના નિવેદનો અને પગલાં ખામીયુક્ત હોવા છતાં, તેઓ તેમને IPCની કલમ 124A હેઠળ લાવવા માટે પૂરતા નથી.

કોર્ટે અવલોકન કર્યું કે તે ધ્યાન આપવા યોગ્ય વાત છે કે ન તો અરજદારોએ કોઈને હથિયારો સાથે બોલાવ્યા કે ન તો તેમના ભાષણથી હિંસા માટે કોઈ ઉશ્કેરણી થઈ. ન્યાયાધીશે કહ્યું, મારા મતે, IPCની કલમ 124A હેઠળ આ સંદર્ભમાં પ્રથમદર્શી કેસ બનતો નથી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">