Raj Kundra Case: શિલ્પા શેટ્ટી, ગહેના વશિષ્ઠ બાદ હવે અભિનેત્રી શર્લિન ચોપરાની પૂછપરછ કરવામાં આવશે, મુંબઈ ક્રાઈમ બ્રાંચે મોકલ્યું સમન્સ

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઇ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે આ કેસમાં અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું છે. ક્રાઈમ બ્રાંચે મંગળવારે પોર્નોગ્રાફી કેસમાં શર્લિનને પોતાનું નિવેદન નોંધવા બોલાવી છે.

Raj Kundra Case: શિલ્પા શેટ્ટી, ગહેના વશિષ્ઠ બાદ હવે અભિનેત્રી શર્લિન ચોપરાની પૂછપરછ કરવામાં આવશે, મુંબઈ ક્રાઈમ બ્રાંચે મોકલ્યું સમન્સ
Crime Branch's Property Cell summons Bollywood actress Sherlyn Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:52 PM

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Pornography Case) રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ સાથે આ કેસમાં વધુ ઘણા નામ પણ જોડાઈ રહ્યા છે. આ દરમિયાન સોમવારે મુંબઇ ક્રાઈમ બ્રાંચના (Mumbai Crime Branch) પ્રોપર્ટી સેલે આ કેસમાં અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું છે. ક્રાઈમ બ્રાંચે મંગળવારે સવારે 11 વાગ્યે પોર્નોગ્રાફી કેસમાં શર્લિનને પોતાનું નિવેદન નોંધવા બોલાવી છે.

આ પહેલા રવિવારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે પૂછપરછ માટે અભિનેત્રી અને મોડેલ ગહેના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને બોલાવ્યા હતા. શુક્રવારે રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પોર્નોગ્રાફી કેસમાં મુખ્ય આરોપી રાજ કુંદ્રાને અદાલતે 27 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. દરરોજ આ બાબતમાં અનેક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસની લિંક માત્ર મુંબઈ જ નહિ કાનપુરથી પણ જોડાયેલી છે જેની તપાસ હાલ ચાલી રહી છે.

અશ્લીલ ફિલ્મો બનાવવાના કૌભાંડમાં અભિનેત્રી ગહેના વશિષ્ઠાનું નામ પણ સામે આવ્યું છે. જ્યાં તે રવિવારે કોર્ટમાં હાજર થવાની હતી પરંતુ તે હાજર થઈ ન હતી. તે જ સમયે ગહેનાએ એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, પૂનમ પાંડે અને શર્લિન ચોપરા છેલ્લા ઘણા સમયથી નગ્ન વીડિયોમાં કામ કરી રહ્યા છે. કોઈએ તેમને આ કામમાં આગળ ધકેલી નથી. તે આ કામ પહેલાથી જ કરી રહી છે.

જેના કારણે તેના તમામ આક્ષેપો ખોટા છે. હકીકતમાં શર્લિન ચોપડા અને પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો છે કે, શિલ્પા શેટ્ટીના પતિ, ઉદ્યોગપતિ રાજ કુંદ્રાએ તેને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">