મગજમાં લોહી પહોચાડતી નસ ફાટવાથી યુવકનું મોત, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા બાદ થઈ દુર્ઘટના

મગજમાં લોહી પહોચાડતી નસ ફાટવાથી યુવકનું મોત, 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોયા બાદ થઈ દુર્ઘટના
The Kashmir Files

ફિલ્મ જોયા બાદ અભિજીતે તેના મિત્રો સાથે એક કલાક સુધી ચર્ચા કરી. ઘરે આવ્યા બાદ તેણે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી ન હતી. તે સીધો તેના રૂમમાં સુઈ ગયો. આ પછી સવારે અભિજીત બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 30, 2022 | 8:40 PM

ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) મૂવી થિયેટરોમાં ખૂબ ચાલી રહી છે. આ ફિલ્મ સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે. કેટલાંક લોકો આ ફિલ્મને સમર્થન કરી રહ્યાં છે, તો કેટલાંક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. ફિલ્મમાં નેવુંના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને દર્શાવવામાં આવ્યો છે. પરંતુ આ સમાચાર આ ફિલ્મના સમર્થન કે વિરોધ સાથે સંબંધિત નથી. આ સમાચાર એક યુવક પર આ ફિલ્મની અસર વિશે છે. એવી અસર, જેના કારણે યુવકે જીવ ગુમાવ્યો. આ ફિલ્મ જોયા પછી એક યુવકને એવો આઘાત લાગ્યો કે તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો. આ પછી યુવકનું મોત થયું હતું. મહારાષ્ટ્રના પુણેથી આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

પુણેમાં રહેતો 38 વર્ષીય અભિજિત શશિકાંત શિંદે 21 માર્ચે તેના મિત્રો સાથે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા ગયો હતો. ફિલ્મ જોયા બાદ અભિજીતે તેના મિત્રો સાથે એક કલાક સુધી ચર્ચા કરી. આ પછી તેણે તેના પરિવારના સભ્યો સાથે વાત પણ કરી ન હતી. તે સીધો તેના રૂમમાં સુઈ ગયો. આ પછી સવારે અભિજીતને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. અભિજીતના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તરત જ અભિજીતને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. પરંતુ રવિવારે હોસ્પિટલે અભિજીતને મૃત જાહેર કર્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર મગજમાં લોહી લઈ જતી નસ ફાટી જવાને કારણે અભિજીત બેભાન થઈ ગયો હતો. પિતાએ વિચાર્યું કે બેભાન થઈ ગયેલો અભિજીત થોડી સારવારથી સાજો થઈ જશે. પરંતુ જ્યારે ડોક્ટરોએ જોયું તો જાણવા મળ્યું કે તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. અભિજીત હાઈ બ્લડ પ્રેશરનો દર્દી હતો. તબીબોના મતે હાઈ બ્લડપ્રેશરને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે. ઊંઘમાં પણ બ્લડ પ્રેશર સતત વધતું કે ઘટતું રહે છે.

આ પણ વાંચો : Vadodara મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડ- 2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati