બોલીવુડમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, પ્રેમ ચોપરા અને ઉમા ચોપરા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ

બોલીવુડમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, પ્રેમ ચોપરા અને ઉમા ચોપરા કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ
Prem Chopra and Uma Chopra ( File photo)

બોલીવુડમાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. એક બાદ એક સેલિબ્રિટી કોરોનાની ઝપેટે આવે છે. હાલમાં જ ઘણા સિતારાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 04, 2022 | 9:06 AM

કરીના કપૂરનો (kareena kapoor) કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જોન અબ્રાહમ અને તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આ વચ્ચે બોલીવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરા (prem chopra) અને તેમની પત્ની કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પ્રેમ ચોપરા અને તેમની પત્ની ઉમા ચોપરાને(Uma chopra) લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જલીલ પારકરની દેખરેખ હેઠળ બંનેની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેને મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ આપવામાં આવ્યું છે, જેના કારણે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તબીબોના મતે 80 વર્ષથી વધુ હોવા છતાં પણ પછી પણ બંનેની રિકવરી ઝડપથી થઈ રહી છે.પીઢ અભિનેતા પ્રેમ ચોપરાનું 86 વર્ષની વયે શરીર સારવાર દરમિયાન સારી પ્રતિક્રિયા આપી રહ્યું છે. પ્રેમ ચોપરા અને તેમની પત્નીને એક-બે દિવસમાં રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

23 સપ્ટેમ્બર 1935ના રોજ લાહોરમાં જન્મેલા પ્રેમ ચોપરાએ પોતાના અભિનયને કારણે એક અલગ ઓળખ ઉભી કરી હતી. પ્રેમ ચોપરા હીરો, વિલન અને કોમેડિનના ત્રણેય પાત્રોમાં દેખાયા હતા. ઉમા ચોપરા રાજ કપૂરની પત્નીની બહેન છે. અભિનેતાને ત્રણ પુત્રીઓ છે. કોરોના પોઝિટિવના સમાચાર બાદ ફેન્સ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ પહેલા મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. કરીના કપૂરના સ્વસ્થ થયા બાદ તાજેતરમાં અર્જુન કપૂર સહિત તેના પરિવારના ઘણા લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તે જ સમયે ડિરેક્ટર, નિર્માતા એકતા કપૂર પણ કોરોના સંક્રમિત થઈ ગઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી.

આટલું જ નહીં જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. હાલ તેને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કરતા જોને લખ્યું, ‘હું 3 દિવસ પહેલા કોઈના સંપર્કમાં આવ્યો હતો, જેને પછી મને ખબર પડી કે તેને કોવિડ છે. પ્રિયા અને મારો કોવિડ ટેસ્ટ થયો અને અમે પોઝિટિવ આવ્યા. અમને ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે તેથી અન્ય કોઈના સંપર્કમાં આવ્યા નથી. અમને બંનેને રસી આપવામાં આવી છે અને અમે હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છીએ. કૃપા કરીને સ્વસ્થ રહો.

આ પણ વાંચો : મુસ્લિમ મહિલાઓની હરાજી વાળી Bulli Bai એપ પર જાવેદ અખ્તર ભડક્યા , પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : Military Helicopter Crash : ઇઝરાયલમાં હાઇફાના દરિયાકાંઠે મિલ્ટ્રી હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાઇલોટના કરુણ મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati