Positive story: મુંબઈમાં ડોકટર દંપતિએ, કોરોનાના દર્દીઓએ ના વાપરેલી 20 કિલો દવા એકઠી કરી, જરૂરીયાતવાળા કોરોનાના દર્દીને વિનામૂલ્યે આપી

Positive story: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે દવાઓની પણ અછત પણ જોવા મળી રહી છે. ત્યારે એક ડોક્ટર કપલ દ્વારા કોરોનાની ના વપરાયેલી દવાનો સદુપયોગ કર્યો છે.

Positive story: મુંબઈમાં ડોકટર દંપતિએ, કોરોનાના દર્દીઓએ ના વાપરેલી 20 કિલો દવા એકઠી કરી, જરૂરીયાતવાળા કોરોનાના દર્દીને વિનામૂલ્યે આપી
Glenmark Life Sciences IPO
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 2:31 PM

Positive story: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે દવાઓની પણ અછત પણ જોવા મળી રહી છે. ત્યારે એક ડોક્ટર કપલ દ્વારા કોરોનાની ના વપરાયેલી દવાનો સદુપયોગ કર્યો છે. મુંબઈના એક ડોક્ટર કપલએ કોરોના સામે લડીને સાજા  થયેલા દર્દીઓ પાસેથી, માત્ર 10 દિવસમાં 20 કિલો જેટલી ન વપરાયેલી કોવિડ -19 દવાઓ એકઠી કરી છે. આ દવાઓ ભારતના ગ્રામીણ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રોને દાનમાં આપવામાં આવશે. જેમાં દવાઓથી વંચિત રહેતા લોકોની સમયસર સારવાર કરવામાં આવશે.

1 મેના રોજ, ડોક્ટર માર્કસ રેન્ની અને તેમની પત્ની ડો રૈના ‘મેડ્સ ફોર મોર’ની શરૂઆત કરી હતી. જેમાં કોવિડ -19 રિકવર થયેલા દર્દીઓની ના વપરાયેલી દવાઓનો સદુપયોગ કરવા માટે પહેલ કરી હતી. જેમાં પોતાના જ ઍપાર્ટમેન્ટથી આ સેવાની શરૂઆત કરી હતી જેમાં આજુબાજુના 100થી વધુ બિલ્ડીંગના લોકોએ ના વપરાયેલી દવાઓ આપી હતી.

“દેશભરમાં કોવિડ -19 દર્દીઓ દવાઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. તો પછી એક ડોઝ પણ કેમ બગાડવો ? આ દવાનો ઉપયોગ ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં રહેતા લોકોની સારવાર માટે થઈ શકે છે, જેમને સૌથી વધુ અસર થાય છે. આ પહેલ દ્વારા અમે આવા વંચિત લોકોને મદદ કરવા માંગીએ છીએ, ” વધુમાં જણાવ્યું હતું કે, બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની સાથે મળીને દાવાની ઝૂંપડપટ્ટીમાં કોવિડ -19 દર્દીઓની તપાસ અને સારવાર માટે કામ કર્યું હતું.

મેડ્સ ફોર મોર એ તમામ પ્રકારની ન વપરાયેલી દવાઓ જેવી કે એન્ટિબાયોટિક્સ, ફેબીફ્લુ, પીડા રાહત, સ્ટીરોઈડ્સ, ઇન્હેલર્સ, વિટામિન્સ, એન્ટાસિડ્સ અને દવાઓ જેનો ઉપયોગ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ પલ્સ ઓક્સિમીટર અને થર્મોમીટર્સ જેવા મૂળભૂત ઉપકરણો પણ એકઠા કરી રહ્યા છે

“બધી દાનમાં લેવામાં આવતી દવાઓ અલગ અલગ કરવામાં આવે છે અને સમાપ્તિની તારીખ માટે તપાસવામાં આવે છે. રેનીએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી લગભગ 2 કિલો ફેબીફ્લુ, 1 કિલો સ્ટેરોઇડ્સ, 6 કિલો વિટામિન, 4 કિલો પેરાસીટામોલ જેવી દવા એકત્રીત કરી છે.પહેલ અંગે વધતી જાગૃતિ સાથે,પડોસીઓએ દવાઓ એકત્રિત કરવાની સેવા ચાલુ કરી દીધી છે.

Latest News Updates

સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા