મહારાષ્ટ્રના અમરાવતીમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી લાંબો સ્કાઈ વોક, પીએમ મોદીએ આપી નિર્માણની મંજુરી

મહારાષ્ટ્રના અમરાવતીમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી લાંબો સ્કાઈ વોક, પીએમ મોદીએ આપી નિર્માણની મંજુરી
World's longest skywalk being built in Maharashtra's Amravati

વિશ્વનો સૌથી લાંબો સ્કાયવોક મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બની રહ્યો છે. કાચના બની રહેલા આ સ્કાય વોકના નિર્માણ માટે મોદી સરકારે મંજૂરી આપી દીધી છે. આ સ્કાયવોક વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ગ્લાસ સ્કાય વોક હશે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 22, 2022 | 7:08 PM

વિશ્વનો સૌથી લાંબો સ્કાયવોક મહારાષ્ટ્રના અમરાવતી (World’s longest skywalk in amravati) જિલ્લામાં બની રહ્યો છે. જે વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ગ્લાસ સ્કાય વોક હશે. કાચના બની રહેલા આ સ્કાય વોકના નિર્માણ માટે મોદી સરકારે (PM Narendra Modi) મંજૂરી આપી દીધી છે.  અમરાવતીના ચિખલદરા ખાતે બાંધવામાં આવનાર આ પ્રસ્તાવિત સ્કાયવોક વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ કાચનો સ્કાયવોક હશે. આ સ્કાયવોક 407 મીટર લાંબો હશે. હાલમાં વિશ્વનું સૌથી લાંબુ સ્કાય વોક સ્વિત્ઝર્લેન્ડમાં છે. સ્વિત્ઝર્લેન્ડનો સ્કાય વોક 397 મીટર લાંબો છે અને ચીનનો સ્કાય વોક 360 મીટર લાંબો છે. થોડા સમય પહેલા અમરાવતીના સ્કાય વોકના નિર્માણની દરખાસ્તને લઈને સમસ્યાઓ સામે આવી હતી. તેના નિર્માણને લઈને કેન્દ્ર સરકારે રેડ સિગ્નલ આપ્યું હતું. હવે એ રેડ સિગ્નલ ગ્રીન સિગ્નલમાં બદલાઈ ગયું છે. હવે કેન્દ્ર સરકારે આ સ્કાય વોક બનાવવાની મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રની મંજૂરી બાદ હવે તેના નિર્માણની કામગીરીમાં ઝડપ આવશે. તેના નિર્માણને લગતી અડચણોને દૂર કરવા માટે થોડા દિવસો પહેલા પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે અને અમરાવતીના પાલક મંત્રી યશોમતી ઠાકુર વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે. યશોમતી ઠાકુરે ટ્વિટ કરીને મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થવા બદલ આદિત્ય ઠાકરેનો આભાર માન્યો છે. અન્ય એક ટ્વીટમાં તેમણે આ કાર્યમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલ વિશેષ ધ્યાન બદલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પણ આભાર માન્યો છે.

વાઘના સંરક્ષણને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી રહી ન હતી

જે વિસ્તારોમાં આ સ્કાય વોક તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યાં ગાઢ જંગલો અને વાઘનું રહેઠાણ છે. વાઘ અને અન્ય વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણ સાથે સંકળાયેલા જોખમોને ધ્યાનમાં રાખીને, મંજૂરી મેળવવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. કેન્દ્રને આ પ્રોજેક્ટ સંબંધિત ઇકોલોજીકલ અભ્યાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રશ્ન એ હતો કે શું તેની વન્યજીવો પર કોઈ અસર થશે ? કેન્દ્ર તરફથી આને લગતા પત્રમાં નેશનલ એન્ડ સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ પાસેથી પ્રોજેક્ટ અંગે અભિપ્રાય લેવાની સલાહ આપવામાં આવી હતી.

હવે તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે અને પ્રોજેક્ટના નિર્માણનો માર્ગ મોકળો થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્કાય વોકના નિર્માણથી રાજ્યમાં પર્યટનના વિકાસને વેગ મળશે.

આ પણ વાંચો :  Mumbai Vaccination: મુંબઈમાં હવે બે શિફ્ટમાં થશે વેક્સીનેશન, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારે અને કિશોરોને બપોરે અપાશે વેક્સીન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati