PM મોદીએ પૂણેમાં OLECTRAની 150 ઇલેક્ટ્રિક બસોનું કર્યું ઉદ્ઘાટન, જાણો શું છે તેની ખાસિયત

આ 12 મીટર લંબાઈની વાતાનુકૂલિત બસોમાં 33 થી વધુ લોકો બેસી શકે છે. બસોમાં CCTV કેમેરા, દરેક સીટ માટે ઇમરજન્સી બટન અને મુસાફરોની સુરક્ષા માટે USB સોકેટ છે.

PM મોદીએ પૂણેમાં OLECTRAની 150 ઇલેક્ટ્રિક બસોનું કર્યું ઉદ્ઘાટન, જાણો શું છે તેની ખાસિયત
PM Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 4:46 PM

Maharashtra :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)  6 માર્ચના રોજ બાનેર ડેપો ખાતે 150 ઇલેક્ટ્રિક બસ (Olectra Electric Bus) અને ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ સાથે પૂણે (Pune) શહેરમાં આ ઇલેક્ટ્રિક બસોની સંખ્યા વધીને 250 થઈ ગઈ છે. Olectra ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં અગ્રેસરનુ સ્થાન ધરાવે છે, જે હાલમાં પૂણેમાં 150 બસોનું સફળતાપૂર્વક સંચાલન કરે છે.

પુણેના નાગરિકો આરામદાયક મુસાફરી કરી શકશે

તમને જણાવી દઈએ કે,ઓલેક્ટ્રા સુરત, મુંબઈ, (Mumbai) પુણે, સિલ્વાસા, ગોવા, નાગપુર, હૈદરાબાદ અને દેહરાદૂનમાં ઈલેક્ટ્રિક બસોનું સફળતાપૂર્વક સંચાલન કરી રહી છે.નવી 150 ઇલેક્ટ્રિક બસોથી પુણેના નાગરિકો વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ કરી શકશે. વિશ્વભરમાં શહેરી જાહેર પરિવહનને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે. પરંતુ આ બસો શહેરમાં CO2 ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

ઓલેક્ટ્રાએ વિશ્વસનીયતા સાબિત કરી : KV પ્રદીપ

આ બસોના અનાવરણ પ્રસંગે ઓલેક્ટ્રા ગ્રીનટેક લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર KV પ્રદીપે જણાવ્યું હતું કે,“ પૂણેમાં Olectraના હાલના 150 બસોના કાફલામાં 100 ઈલેક્ટ્રિક બસો ઉમેરવામાં આવી છે.પૂણે શહેરના સમૃદ્ધ વારસાને જાળવી રાખીને, Olectraની ઈલેક્ટ્રિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા પ્રદૂષણના સ્તરને ઘટાડવાનો  અમને ગર્વ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે,ધ્વનિ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે અમારી ઈલેક્ટ્રિક બસોએ પહેલાથી જ વિશ્વસનીયતા સાબિત કરી છે.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઓલેક્ટ્રા બસની ખાસિયત

આ 12 મીટર લંબાઈની વાતાનુકૂલિત બસોમાં 33 થી વધુ લોકો બેસી શકે છે. બસોમાં CCTV કેમેરા, દરેક સીટ માટે ઇમરજન્સી બટન અને મુસાફરોની સુરક્ષા માટે USB સોકેટ છે. બસમાંની લિથિયમ-આયન બેટરી ટ્રાફિક અને પેસેન્જર લોડના ગુણોત્તરના આધારે એક ચાર્જ પર લગભગ 200 કિમીની મુસાફરી કરવા સક્ષમ છે.હાઇ-પાવર AC અને DC ચાર્જિંગ સિસ્ટમ 3-4 કલાકમાં બેટરીને સંપૂર્ણપણે રિચાર્જ કરી શકે છે.

ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ

વર્ષ 2000 માં સ્થપાયેલ, Olectra Greentech Limited (પબ્લિક લિસ્ટેડ કંપની) – MEIL ગ્રુપનો એક ભાગ છે. વર્ષ 2015 માં ઓલેક્ટ્રાએ ભારતમાં ઇલેક્ટ્રિક બસો શરૂ કરી હતી. ઓલેક્ટ્રા એ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે સિલિકોન રબર/કમ્પોઝિટ ઇન્સ્યુલેટરની ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.

આ પણ વાંચો : PM Modi in Pune: PM મોદીએ પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">