Omicron Variant: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કોવિડ સેન્ટર્સને સંપૂર્ણ ક્ષમતા સાથે શરુ કરવા આપી સૂચના

ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ વચ્ચે ચર્ચા થઇ હતી. જેમાં CMએ BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલને તમામ જમ્બો કોવિડ કેન્દ્રોને સંપૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

Omicron Variant: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કોવિડ સેન્ટર્સને સંપૂર્ણ ક્ષમતા સાથે શરુ કરવા આપી સૂચના
CM Uddhav Thackeray

કોરોના(Corona)ના નવા ઓમિક્રોન વેરિઅન્ટ(New Omicron variant)ને લઇને વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ સાવચેતીરૂપ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દોડભાગની જીંદગી ધરાવતા શહેર મુંબઇ(Mumbai)માં પણ સતર્કતા વધારવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર(Government of Maharashtra), આરોગ્ય વિભાગ, મુંબઈ એરપોર્ટ, મુંબઈ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને મુંબઈ પોલીસ પણ આ નવા ખતરાને લઈને સજ્જ બની છે.

મહત્વની સૂચનાઓ આપી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં દાખલ છે, તેમ છતા તેમણે શનિવારે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ સાથે હોસ્પિટલમાંથી જ આ નવા ખતરા અંગે ચર્ચા કરી હતી અને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.

પ્રવાસીઓનું થશે સ્ક્રીનિંગ આફ્રિકાના દેશો જ્યાં કોવિડ વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યા છે અથવા અન્ય દેશોથી પ્રવાસ કરીને સીધા મુંબઈ એરપોર્ટ પર આવતા મુસાફરોના પાસપોર્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. પ્રવાસીઓનુ સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમના પરીક્ષણ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરવા, ચેપ લાગે તો તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસિંગ અને ટ્રેકિંગનું કામ કરવાની સૂચનાઓ આપી. આ ઉપરાંત, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી જે પણ વધુ માહિતી અથવા માર્ગદર્શિકા આવશે, તે મુજબ આગળની સૂચનાઓ આપવામાં આવશે.

કોવિડ સેન્ટર સંપૂર્ણ ક્ષમતા સાથે શરુ કરવા સૂચના અચાનક સામે આવેલા ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ વચ્ચે ચર્ચા થઇ હતી. જેમાં CMએ BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલને તમામ જમ્બો કોવિડ કેન્દ્રોને સંપૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેને લગતી તૈયારીઓ અને જરૂરીયાતોનો સ્ટોક લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

કોરોનાની સારવાર સંબંધિત તૈયારીઓ માટે સૂચનાઓ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, ઇકબાલ સિંહ ચહલે અધિકારીઓને આવશ્યક આરોગ્ય કર્મચારીઓની ઉપલબ્ધતા, દવાઓનો સ્ટોક, ઓક્સિજનની ઉપલબ્ધતા અને પ્લાન્ટમાં તેમના ઉત્પાદનને લગતી તૈયારીઓ, વીજળીની વ્યવસ્થા, ફાયર ઓડિટ અને અન્ય સલામતીનો સ્ટોક લેવા સૂચના આપી હતી.

આ સંદર્ભે મુખ્યમંત્રી અને BMC કમિશનર વચ્ચેની બેઠકમાં એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ પ્રશાસન સાથે સંબંધિત અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોવિડ 19 રસીકરણ અભિયાનને અસરકારક અમલીકરણને કારણે હાલમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ સંપૂર્ણ નિયંત્રણમાં છે. જો કે નવા કોરોના વેરિયન્ટના જોખમની ગંભીરતાને પગલે મહારાષ્ટ્ર સરકાર સતર્કતા રાખી રહી છે.

આ પણ વાંચો : OMG ! 74 વર્ષની મહિલાએ ગાય સાથે કર્યા લગ્ન, તે માને છે કે તેના પતિએ ગાય તરીકે પુનર્જન્મ લીધો છે !

આ પણ વાંચો : કોરોનાના નવા વેરિયન્ટે અનેક દેશોમાં દીધી દસ્તક, નવા વેરિયન્ટને લઇને વિશ્વમાં ચિંતા વધી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati