મુંબઈગરાઓ સાવધાન : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC દોડતુ થયુ, ‘જો નહિ પાળો નિયમ, તો ભરવો પડશે દંડ’

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રના કોઈપણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા તમામ વિદેશી પ્રવાસીઓનો RT PCR ટેસ્ટ કરવા નિર્દશ કર્યો છે.

મુંબઈગરાઓ સાવધાન : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC દોડતુ થયુ, 'જો નહિ પાળો નિયમ, તો ભરવો પડશે દંડ'
Corona Guidelines

Mumbai : મુંબઈમાં સંક્રમણ કાબૂમાં આવતાં જ લોકો કોરોનાના નિયમો (Corona Guidelienesપ્રત્યે બેદરકાર બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટે(Omicron Variant)  ફરી એકવાર તંત્રની ચિંતા વધારી છે. આ નવા ખતરાની આશંકાઓને ધ્યાનમાં રાખીને મુંબઈ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે.

ઓમિક્રોન વેરિયન્ટે વધારી ચિંતા

પ્રથમવાર નવા વેરિયન્ટની પુષ્ટિ થયેલ સાઉથ આફ્રિકામાંથી (South Africa) છેલ્લા 20-22 દિવસમાં 1000 થી 1500 માઇગ્રન્ટ્સ મુંબઈ આવ્યા છે. આ કારણે ઓમિક્રોન વેરિયન્ટનુ સંકટ વધતુ જોવા મળી રહ્યુ છે. જેને ધ્યાનમાં રાખીને, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કોરોના પ્રતિબંધક નિયમોને (Corona Guidelines) કડક બનાવ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર નાગરિકો પાસેથી 500 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે.

જો નિયમોનું પાલન નહીં થાય તો દંડ ભરવો પડશે

BMC મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલએ (Iqbal Singh Chahal)સ્પષ્ટ કર્યું છે કે રેસ્ટોરન્ટ, હોટેલ, મોલ સહિત તમામ જાહેર પરિવહનમાં માત્ર વેક્સિનના બંને ડોઝ ધરાવતા લોકોને જ પ્રવેશ મળશે. જો આ નિયમનો ભંગ થશે તો દંડ ફટકારવામાં આવશે.

માસ્કને બદલે રૂમાલ પણ હવે નહી ચાલે…!

આ સિવાય તમામ લોકોએ માસ્ક પહેરવું જરૂરી રહેશે. માસ્કને બદલે રૂમાલ પણ ચાલશે નહીં. જો કોઈપણ માસ્ક વગર જોવા મળશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. Omicron ના સંભવિત ખતરાને પહોંચી વળવા BMCએ કોરોનાના નિયમોનું પાલન કરવાની કડકાઈ વધારી છે. આ સિવાય જાહેર સ્થળોએ થૂંકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના કોઈપણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા લોકો માટે RTPCR ટેસ્ટ જરૂરી

નવા વેરિયન્ટની દહેશતને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan) મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં મહારાષ્ટ્રના કોઈપણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા તમામ વિદેશી પ્રવાસીઓ માટે RT PCR ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.ઉપરાંત જો તે મુસાફર નેગેટિવ હોય તો પણ 14 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજીયાત કરવા નિદર્શ કરવામાં આવ્યા છે.આ સાથે રાજેશ ભૂષણે એ પણ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મુસાફર કનેક્ટિંગ ફ્લાઈટ લઈ રહ્યો છે તો પણ તેનો RT PCR ટેસ્ટ કરવો જરૂરી છે.

આ પણ વાંચો : ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા 6 લોકો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિયન્ટને પગલે સતર્ક મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati