Maharashtra : હવે ડ્રાઈવિંગ લાઈસન્સ રીન્યુઅલ સહીત 6 બીજી સેવાઓ માટે નહી ખાવા પડે RTO ના ધક્કા, પરીવહનમંત્રી અનિલ પરબે કરી જાહેરાત

પરિવહન મંત્રી અનિલ પરબે (Transport Minister Anil Parab) પરિવહન કમિશનર અવિનાશ ઢાકને (Avinash Dhakne) સાથે મુંબઈમાં આરટીઓ હેડ ઓફિસ ખાતે સેવાઓનો પ્રારંભ કર્યો

Maharashtra : હવે ડ્રાઈવિંગ લાઈસન્સ રીન્યુઅલ સહીત 6 બીજી સેવાઓ માટે નહી ખાવા પડે RTO ના ધક્કા, પરીવહનમંત્રી અનિલ પરબે કરી જાહેરાત
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 1:28 PM

મહારાષ્ટ્રમાં પરિવહન વિભાગ (Maharashtra Transport Department ) દ્વારા પૂરી પાડવામાં આવતી 115 સેવાઓમાંથી 80 સેવાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવી રહી છે. તમારે હવે ડ્રાઇવિંગ લાયસન્સ, સેકન્ડરી ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સમાં એડ્રેસમાં ફેરફાર, સેકન્ડરી વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં ફેરફાર, વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના એડ્રેસમાં ફેરફાર અને નો ઓબ્જેક્શન માટે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (RTO) ઑફિસે જવાની જરૂર રહેશે નહીં. વાહન વ્યવહાર મંત્રી અનિલ પરબે જણાવ્યું હતું કે હવે આ છ સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે.

આધારકાર્ડ દ્વારા થઈ શક્શે ફેરફાર

મુંબઈ આરટીઓ હેડ ઓફીસ ખાતે આ છ સેવાઓનું ઉદ્ઘાટન મંત્રી અનિલ પરબના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી પરબે જણાવ્યું હતું કે વિભાગ દ્વારા 115 લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, લાયસન્સ સંબંધિત સેવાઓ આપવામાં આવી રહી છે, કેન્દ્ર સરકારની સૂચના મુજબ 80 સેવાઓ ઓનલાઈન છે અને આજે છ સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. તેનાથી 2 લાખ લોકોને ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું કે નાગરિકોને પારદર્શક સેવાઓ આપવા માટે આ સેવાઓને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી છે.

અરજદાર ઑનલાઇન અરજી કરી શકે છે, ચૂકવણી કરી શકે છે અને દસ્તાવેજો અપલોડ કરી શકે છે. આ સેવાઓનો લાભ લેવા માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવશે. આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ પર OTP મોકલવામાં આવશે, ત્યારબાદ જો તે ટ્રાન્સપોર્ટની વેબસાઈટમાં નોંધાયેલ હશે, તો અરજદારની માહિતીની ચકાસણી કર્યા પછી જ આગળ અરજી કરી શકાશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વાર્ષિક લાખો અરજીઓની ઓનલાઈન કામગીરી

ઉપરાંત, નવું લાઇસન્સ / નોંધણી પ્રમાણપત્ર અરજદારને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માટે એક લાખ અરજીઓ આવે છે. નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ માટે વાર્ષિક 30,000 અરજીઓ, નોંધણી પ્રમાણપત્ર પર સરનામું બદલવા માટે 20,000 અરજીઓ, લાયસન્સ પ્રમાણપત્ર માટે બે લાખ અરજીઓ, લાયસન્સ પર સરનામું બદલવા માટે બે લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થાય છે. લાયસન્સ રિન્યુઅલ માટે 14 લાખ અરજીઓ મળી છે. હવે આ તમામ પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ થશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">