જપ્ત થયેલી સંપત્તિઓ સાથે અજીત પવારનું કોઈ કનેક્શન નહી, આવકવેરાની કાર્યવાહી પર એનસીપી નેતા નવાબ મલિકનું નિવેદન

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે આ કાર્યવાહીનો હેતુ નાયબ મુખ્યમંત્રી અજિત પવારને બદનામ કરવાનો છે.

જપ્ત થયેલી સંપત્તિઓ સાથે અજીત પવારનું કોઈ કનેક્શન નહી, આવકવેરાની કાર્યવાહી પર એનસીપી નેતા નવાબ મલિકનું નિવેદન
NCP leader Nawab Malik (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 11:31 PM

આવકવેરા વિભાગે (Income Tax Department) મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની (Ajit Pawar) એક હજાર કરોડથી વધુની મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ કહ્યું કે પવારને આની સાથે કોઈ લેવાદેવા નથી અને આનો હેતુ તેમને બદનામ કરવાનો છે. NCPના પ્રવક્તા નવાબ મલિકે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધન વાળી મહા વિકાસ અઘાડી (MVA) સરકાર પર દબાણ લાવવા માંગે છે. તેમણે કહ્યું કે શાસકપક્ષ અને તેની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ કોઈ પણ ડર વિના તેનો સામનો કરશે.

અજિત પવારના સંબંધીઓ સાથે જોડાયેલી જગ્યાઓ પર ગયા મહિને દેશભરમાં વ્યાપક સર્ચ બાદ, આવકવેરા અધિકારીઓએ મંગળવારે તેમની મુંબઈ, નવી દિલ્હી, પૂણે, ગોવા અને રાજ્યભરમાં બે ડઝનથી વધુ પ્લોટની મિલકતો જપ્ત કરવા માટે અસ્થાયી આદેશો આપ્યા હતા. આ જપ્ત કરેલી પ્રોપર્ટીની કુલ બજાર કિંમત લગભગ 1,400 કરોડ રૂપિયા છે.

પવારના પુત્ર સહિત પરિવારના સભ્યોની મિલકતો પણ સામેલ એક આવકવેરા સુત્રએ પુષ્ટિ કરી કે તેમની બેનામી સંપત્તિ આવકવેરા વિભાગે NCP નેતાના પુત્ર પાર્થ પવારની તેમના પરિવારના સભ્યો સહિતની વિવિધ મિલકતોને 1988ના બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ જપ્ત કરવાના કામચલાઉ આદેશો  આપ્યા છે. બીજી તરફ NCPના વરિષ્ઠ મંત્રી મલિકે કહ્યું કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગે અજિત પવાર સાથે સંબંધિત સંપત્તિઓ જપ્ત કરી છે, પરંતુ આમાં કોઈ સત્ય નથી. આ સંપત્તિ દરેકની છે અને તેઓ કહી રહ્યા છે કે તે અજિત પવારની છે. તેને બદનામ કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે સૂત્રએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રીના સંબંધીઓને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે તે સાબિત કરવા માટે કે તેઓનો આ મિલકતો પર કાયદેસરનો અધિકાર છે અને તે ગેરકાયદેસર પૈસાથી ખરીદવામાં આવી નથી. તપાસ બાકી હોય અથવા ચાલુ હોય તે દરમિયાન તેઓ આ મિલકતો વેચી શકતા નથી. મલિકે કહ્યું, પશ્ચિમ બંગાળમાં જે થયું (કેન્દ્રીય એજન્સીઓનો કથિત દુરુપયોગ) તે હવે મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ઘણા નેતાઓ પર દબાણ કર્યું, જેના કારણે તેઓ પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા.

તેમણે કહ્યું કે એ જ નેતાઓ હવે કહે છે કે તેઓ હવે શાંતિથી સૂઈ શકે છે, કારણ કે કેન્દ્રીય એજન્સીઓની કોઈપણ તપાસનું  તેમના પર કોઈ દબાણ નથી. મલિક સ્પષ્ટપણે ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલ દ્વારા ગયા મહિને આપેલા નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યા હતા. પાટીલે કહ્યું હતું કે તેઓ ભગવા પાર્ટીમાં જોડાઈને ‘ગાઢ નિંદર’ માણી રહ્યા છે કારણ કે તેમની સામે ‘કોઈ તપાસ’ ચાલી રહી નથી. પાટીલ 2019માં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો : Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">