No Drugs Chat : આર્યન-અનન્યા પાંડે વચ્ચે નથી મળી કોઈ ડ્રગ્સ ચેટ, તો શા માટે થઈ રહી છે પુછતાછ ?

અનન્યાની એનસીબી દ્વારા આ મામલે એકત્રીત કરવામાં આવેલા પુરાવાઓ માટે તેમના નિવેદનને લઈને પૂછતાછ કરવામાં આવી રહી છે. પરંતુ અધિકારીઓ વિગતો આપવાનું ટાળી રહ્યા છે.

No Drugs Chat : આર્યન-અનન્યા પાંડે વચ્ચે નથી મળી કોઈ ડ્રગ્સ ચેટ, તો શા માટે થઈ રહી છે પુછતાછ ?
Ananya Panday

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા અનન્યા પાંડેની પૂછપરછ પરના હંગામા વચ્ચે, સત્તાવાર સૂત્રોએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથેની તેની કથિત વોટ્સએપ ચેટમાં “ડ્રગ્સ સંબંધિત મેસેજની આપલે” નો કોઈ પુરાવો નથી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે NCB દ્વારા બે સ્ટાર-કિડ્સના વોટ્સએપ કમ્યુનિકેશનમાં ગાંજા અથવા અન્ય કોઈ પણ ડ્રગ્સ સાથે સંબંધિત ચેટ્સનો કોઈ પુરાવો કે સંદર્ભ મળ્યો નથી.

કડીઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે

વધારે સંભાવના છે કે, અનન્યાની એનસીબી દ્વારા આ મામલે એકત્રીત કરવામાં આવેલા પુરાવાઓ માટે તેમના નિવેદનને લઈને પૂછતાછ કરવામાં આવી રહી છે. પરંતુ અધિકારીઓ વિગતો આપવાનું ટાળી રહ્યા છે.

તાજેતરનો ખુલાસો કેટલાક બિન -પુષ્ટિ મીડિયા અહેવાલોને પગલે આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બે સ્ટાર-કિડ્સ વચ્ચે ડ્રગ્સ વગેરે જેવા મુદ્દાઓ પર કથિત રીતે ચર્ચા કરતા ઓછામાં ઓછા ત્રણ વોટ્સએપ ચેટ્સ સામે આવ્યા હતા, જેની હાલમાં એનસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

2 ઓક્ટોબરના રોજ ક્રુઝ શિપ પર રેવ પાર્ટી દરમિયાન કરાયેલા દરોડાની ચાલુ તપાસ ઉપરાંત, એનસીબી અનન્યા પાંડેના ઘરે પણ ગઈ હતી અને તેમને પૂછપરછ માટે પણ બોલાવી હતી. એનસીબી દ્વારા સમન્સ પાઠવ્યા બાદ ગુરુવારે અનન્યા પોતાના પિતા અને અભીનેતા ચંકી પાંડેની સાથે એનસીબી અધિકારીઓ પાસે પહોચી હતી.

આર્યનની કસ્ટડી લંબાવવામાં આવી

આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો છે, જ્યારે એનડીપીએસ કોર્ટે 3 ઓક્ટોબરના ધરપકડ કરવામાં આવેલા આર્યન ખાન અને અન્ય 7 લોકોની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી હતી. આર્યન ખાનની જામીન અરજી પર 26 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે.

આ પહેલા ગુરુવારે શાહરૂખ ખાને આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં પુત્ર આર્યન સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમણે આર્યન સાથે થોડી મિનિટો વિતાવી હતી અને બાદમાં એનસીબીની ટીમ તેના બાંદ્રા સ્થિત બંગલામાં દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ક્રુઝ શિપ રેઇડ કેસમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોને પકડ્યા બાદ પણ NCB એ તપાસ ચાલુ હોવાથી વધારે ધરપકડની શક્યતાને નકારી નથી.

 

આ પણ વાંચો :  રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ‘ફ્લેમલેસ રસોઈ વ્હિકલ’ દ્વારા સફર દરમિયાન મળશે વધુ સારી કેટરિંગ સુવીધા, જાણો શું છે તેની વિશેષતાઓ

Click on your DTH Provider to Add TV9 Gujarati