RSS હેડક્વાર્ટરમાં રાષ્ટ્રધ્વજ લહેરાયો, મોહન ભાગવત ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં જોડાયા

શનિવારે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં (RSS headquarters) પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સંઘ કાર્યકર્તાઓની સાથે મોહન ભાગવત (Mohan Bhagwat) પણ 'હર ઘર ત્રિરંગા' અભિયાનમાં જોડાયા હતા.

RSS હેડક્વાર્ટરમાં રાષ્ટ્રધ્વજ લહેરાયો, મોહન ભાગવત 'હર ઘર ત્રિરંગા' અભિયાનમાં જોડાયા
Tiranga Hoisted In Rss Headquarter In Nagpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 11:54 PM

શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમથક (RSS)  નાગપુર ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રીતે RSSના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat) સહિત ઘણા સંઘ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ‘હર ઘર તિરંગા‘ અભિયાનમાં જોડાયા. આ વખતે ભારત 75મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની કેન્દ્ર સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોમાં સૌથી મહત્વપૂર્ણ ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન છે. પીએમ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયોને આ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.

ભારતના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ ઉત્સવ 13 થી 15 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે. આ દરમિયાન 2 ઓગસ્ટથી ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ આ દિવસે પોતાનો ડીપી બદલ્યુ હતું. આ સાથે તેમણે દેશવાસીઓને પોતાનો ડીપી તિરંગો રાખવાનું પણ આહ્વાન કર્યું હતું. આ આહ્વાન બાદ બીજેપીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપીને બદલીને ત્રિરંગો રાખી દીધું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આરએસએસ અને મોહન ભાગવતના ડીપીમાં પણ તિરંગો

પીએમ મોદીના તિરંગાને ડીપી તરીકે રાખવાના આહ્વાન પછી ઘણા કેન્દ્રીય મંત્રીઓએ તેમના ટ્વિટર અને ફેસબુક પર ડીપી બદલ્યા હતા. રાજ્યોમાં બીજેપીના ઘણા નેતાઓએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીપી બદલીને તિરંગો રાખ્યો હતો. ઘણા દેશવાસીઓએ પણ પીએમ મોદીના આહ્વાનને આવકારતા અને સમર્થન કરતા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડીપી તિરંગો લગાવ્યો હતો. આવી સ્થિતિમાં વિપક્ષ દ્વારા આ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે, RSSની સત્તાવાર ડીપી ક્યારે બદલાશે?

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ RSS પર સવાલો ઉઠાવ્યા હતા

કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પવન ખેડા અને જયરામ રમેશે આડે હાથ લીધા હતા. જેમણે 52 વર્ષથી તિરંગો ફરકાવ્યો નથી તેઓ ડીપી કેવી રીતે બદલશે? રાહુલ ગાંધીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો આધાર લઈને સંઘ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે દરેક ઘરમાં તિરંગા અભિયાન ચલાવી રહેલા આવા સંગઠન સાથે જોડાયેલા લોકો છે, જેમણે 52 વર્ષ સુધી ત્રિરંગો ફરકાવ્યો નથી. જ્યારે કોંગ્રેસ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડી ત્યારે પણ તેઓ કોંગ્રેસને રોકી શક્યા ન હતા, હવે પણ તેઓ રોકી શકશે નહીં.

RSSએ ભગવો હટાવી તિરંગો લહેરાવ્યો

આ બધી ટીકાઓને જોતાં લોકોમાં ઉત્સુકતા હતી કે શું આરએસએસ પોતાનું ડીપી બદલશે કે નહીં? પરંતુ ત્યારબાદ આજે સંઘના અધિકૃત હેન્ડલ્સની સાથે સરસંઘચાલક મોહન ભાગવતે પણ પોતાના એકાઉન્ટના ડીપીમાં  ત્રિરંગો ઝંડો લગાવી દીધો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">