નકલી CBI ઓફિસરને અસલી CBIએ ઝડપી પાડ્યો,અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી આખરે ઝડપાયો,77 કરોડ ભરપાઈ ન કરવા પડે માટે બન્યો હતો નકલી CBI ઓફિસર

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને મુંબઇ CBIએ ઝડપી પાડ્યો છે.મહેન્દ્ર ચોપરા નામનો આરોપી નકલી CBI ઓફિસર બનીને ફરતો હતો. જેના માટે તેણે CBIનું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું. આરોપી મહેન્દ્ર ચોપરા કેટલાક જાણીતા નેતાઓ સાથેના ફોટોગ્રાફ લોકોને બતાવીને તોડ પાડતો હતો અને રોફ જમાવતો હતો જોકે મુંબઇની અસલી CBIને મહેન્દ્ર ચોપરાની જાણ થતા તેને […]

નકલી CBI ઓફિસરને અસલી CBIએ ઝડપી પાડ્યો,અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી આખરે ઝડપાયો,77 કરોડ ભરપાઈ ન કરવા પડે માટે બન્યો હતો નકલી CBI ઓફિસર
http://tv9gujarati.in/nakli-cbi-office…d-aaropi-zadpayo/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:54 AM

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને મુંબઇ CBIએ ઝડપી પાડ્યો છે.મહેન્દ્ર ચોપરા નામનો આરોપી નકલી CBI ઓફિસર બનીને ફરતો હતો. જેના માટે તેણે CBIનું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું. આરોપી મહેન્દ્ર ચોપરા કેટલાક જાણીતા નેતાઓ સાથેના ફોટોગ્રાફ લોકોને બતાવીને તોડ પાડતો હતો અને રોફ જમાવતો હતો જોકે મુંબઇની અસલી CBIને મહેન્દ્ર ચોપરાની જાણ થતા તેને ઝડપી લીધો હતો…જોકે આરોપી નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી હોવાનું જાણવા મળતા તેનો ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવીને નવરંગપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે આરોપી મહેન્દ્ર ચોપરા 13 હજાર 800 કરોડના કૌભાંડી મહેશ શાહનો અંગત મિત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અગાઉ મહેન્દ્ર ચોપરાના નિવાસસ્થાને IT વિભાગે દરોડા પાડ્યા હતા અને પેનલ્ટીના ભાગરૂપે 77 કરોડ ભરપાઈ કરવા ITએ આદેશ કર્યો હતો જોકે રૂપિયા ન ભરવા પડે તેથી મહેન્દ્ર ચોપરા ગુજરાત છોડીને મુંબઇ ભાગી ગયો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">