શરમજનક: પ્લાઝમા માટે મહિલાએ Twitter પર નંબર શેર કર્યો, લોકો મોકલવા લાગ્યા અશ્લીલ તસવીરો

મુંબઈની મહિલાએ પ્લાઝમા ડોનર શોધવા માટે ટ્વીટર પર પોતાનો નંબર શેર કર્યો. તેને અમુક લોકોએ મદદ કરવાની જગ્યાએ હેરાન કરવાનું શરુ કરી દીધું હતું.

શરમજનક: પ્લાઝમા માટે મહિલાએ Twitter પર નંબર શેર કર્યો, લોકો મોકલવા લાગ્યા અશ્લીલ તસવીરો
પ્રતિકાત્મક તસ્વીર

કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરે દેશની આરોગ્ય પ્રણાલીની પોલ જાણે ખોલી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં દરરોજ 2 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે અને દેશના ઘણા ભાગોમાં લોકો જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે, જો કે આ મુશ્કેલ સમયમાં પણ કેટલાક લોકો અસંવેદનશીલ બની ગયા છે. જેનો ભોગ મુંબઈની મહિલા બની ગઈ છે. મહિલાએ તેના અનુભવો જણાવી અસંવેદનશીલતાનો પર્દાફાશ કર્યો.

આ મુંબઈની મહિલાએ વાઇસ વર્લ્ડ ન્યૂઝ માટેના એક લેખમાં લખ્યું છે કે જ્યારે મારા પરિવારનો કોઈ સભ્ય કોરોના પોઝિટિવ બન્યા ત્યારે અમે તેમના માટે વેન્ટિલેટર શોધી રહ્યા હતા. હું સોશિયલ મીડિયાની શક્તિમાં વિશ્વાસ કરું છું. મેં ટ્વિટર પર મદદ માંગી અને આ પ્લેટફોર્મ પર મારો ફોન નંબર શેર કર્યો. સદભાગ્યે અમને 6 કલાકમાં વેન્ટિલેટર મળી ગયું.

તેમણે વધુમાં લખ્યું છે કે થોડા દિવસ પછી અમારે એ પ્લસ બ્લડ ટાઇપ પ્લાઝ્માની જરૂર હતી. અમે દાતાઓની શોધમાં હતા જે આ માટે પ્લાઝ્મા દાન કરી શકે. જોકે તે સરળ નહોતું. હું ફરી એકવાર મદદ માટે ઇન્ટરનેટ પર ગઈ. અમને મદદ મળી રહી ન હોવાથી, મારા કેટલાક મિત્રોએ મારી સમસ્યા ફેમસ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી.

મહિલાએ લખ્યું કે તે સમયે હું થોડી નર્વસ હતી કે મારો ફોન નંબર એવી જગ્યાએ મૂકવામાં આવી રહ્યો છે જે ખૂબ પ્રભાવશાળી છે અને ઘણા લોકોને મારી અંગત માહિતી મળી શકે છે, પરંતુ તે સમયે મારી સૌથી મોટી અગ્રતા મારા માંદા કુટુંબના સભ્યો હતા. તેથી જ મેં આ વસ્તુની અવગણના કરી.

મહિલા કહે છે કે આ જ મેં ભૂલ કરી. હું બ્લડ બેંકો અને દાતાઓ સાથે સતત વાત કરતી હતી. તે દરમિયાન, મને એક કોલ મળ્યો અને આ વ્યક્તિએ મને પૂછ્યું, “શું તમે એકલ છો?” તેણે આટલું કહ્યું અને મેં ફોન કાપી દીધો. મારી પાસે તે સમયે આ બધા વિશે વિચારવાનો સમય નહોતો.

આ પછી, આવા કોલ્સ ભરપૂર આવવા લાગ્યા. એક વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે તમારો ડીપી સારો છે અને તે હસવા લાગ્યા. કેટલાક લોકોએ મને પૂછવાનું શરૂ કર્યું કે શું તમે એકલા રહો છો? તમે ક્યાં રહો છો? શું તમે મારી સાથે વાત કરશો? હું આ બધા કોલ્સથી ખૂબ નારાજ હતી અને મેં આ બધા નંબરને બ્લોક કરવાનું શરૂ કર્યું.

જો કે બીજા દિવસે સવારે સ્થિતિ મારા માટે વધુ ભયાનક સાબિત થઈ. મેં જોયું કે સાત લોકો એક સાથે વિડિઓ કોલ્સ કરી રહ્યા હતા, ત્રણ લોકોએ મારા વ્હોટ્સએપ પર તેમના ખાનગી ભાગની તસવીર મોકલી હતી. મને આ જોઈને ખૂબ ગુસ્સો આવ્યો. હું જાણતી નહતી જ્યારે હું જાહેરમાં નંબર આપું છું ત્યારે મારે આવી મુશીબતમાંથી પસાર થવું પડી શકે છે.

મહિલાએ કહ્યું કે આ પછી, મેં દરેક જાહેર ખાતામાંથી મારો નંબર કાઢી નાખ્યો જ્યાં મારી અંગત માહિતી શેર કરવામાં આવી હતી અને મને તે સમયે સમજાયું કે કેટલાક લોકો રોગચાળાના સમયે પણ તેમની નીચી હરકતો છોડતા નથી.

 

આ પણ વાંચો: સરકારના નામે છેતરપિંડી! તમારા ફોનમો જો આવે છે આ મેસેજ તો તરત જ ચેતી જજો

આ પણ વાંચો: કોરોનાની આફત વચ્ચે પણ ચાલુ રહેશે કિસાન આંદોલન? જાણો રાકેશ ટિકૈતે શું આપ્યું મોટું નિવેદન