Mumbai: ચલણી નોટોમાં ચાંદીના તારના બદલે વાદળી પ્લાસ્ટિકનો ઉપયોગ, 19 લાખની નકલી ચલણી નોટો જપ્ત

મુંબઈની માલવણી પોલીસે બીજી વખત નકલી ચલણી નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 19 લાખ રૂપિયાની અલગ અલગ દરની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. જેમાં રૂપિયા 2000, 500, 200 અને રૂપિયા 100 ના દરની નકલી નોટોનો સમાવેશ થાય છે.

Mumbai: ચલણી નોટોમાં ચાંદીના તારના બદલે વાદળી પ્લાસ્ટિકનો ઉપયોગ, 19 લાખની નકલી ચલણી નોટો જપ્ત
Mumbai Police Arrest Fake Notes Accused
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 11:41 PM

મુંબઈની માલવણી પોલીસે બીજી વખત નકલી ચલણી નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 19 લાખ રૂપિયાની અલગ અલગ દરની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. જેમાં રૂપિયા 2000, 500, 200 અને રૂપિયા 100 ના દરની નકલી નોટોનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાલઘરથી મુંબઈ આવ્યા બાદ નકલી ચલણી નોટો બજારમાં ચલાવતા હતા. જેમાં ચાંદીના તારને બદલે નકલી નોટની વચ્ચે વાદળી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોલીસે અન્ય આરોપી મહેબૂબ નબીસાબ શેખની પાલઘરથી ધરપકડ કરી

તેમનો પ્રયાસ હતો કે નોટ નકલી ન લાગે. માલવણી પોલીસને 23 જાન્યુઆરીએ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન માલવાણી ગેટ નંબર 8, MHB કોલોની પાસે એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા આરોપી ફહિલ ઈરફાન શેખ પાસેથી રૂપિયા 1 લાખની નકલી નોટો મળી આવી હતી. માલવાણી પોલીસે અન્ય આરોપી મહેબૂબ નબીસાબ શેખની પાલઘરથી ધરપકડ કરી છે. તેના ઘરમાં સર્ચ દરમિયાન 19  લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.

કુલ 19 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી

આ નકલી નોટોમાં રૂપિયા 2000ની, 500 ની નોટ, રૂપિયા 500ની 1800 નોટો, રૂપિયા 200 ની 5 નોટો, રૂપિયા 100ની 5 નોટો જપ્ત કરવામાં આવી છે. તેમની પાસેથી કુલ 19 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મહેબૂબ નબીસાબ શેખ વિરુદ્ધ આઇપીસીની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો

માલવણી પોલીસ હવે આરોપીઓને 19 લાખની નકલી નોટો ક્યાંથી લાવ્યા તેઓ તપાસ કરી રહ્યા છે કે આ ક્યાંથી છપાયા હતા, તેમની સાથે કેટલા લોકો હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જય કુમાર બંસલના જણાવ્યા અનુસાર પાલઘર બોઈસરમાં આરોપી મહેબૂબ નબીસાબ શેખ વિરુદ્ધ આઇપીસીની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ નકલી નોટો ક્યાં બને છે તે અંગે માલવણી પોલીસ તપાસ કરી રહી છે. હાલ માલવણી પોલીસને બંને આરોપીઓની  ધરપકડ કરવામાં સફળતા મળી છે. હજુ વધુ કેટલાક આરોપીઓ સુધી પોલીસ પહોંચવાની કોશિષ કરી રહી છે. આ પછી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેની ખબર પડી શકે છે.

આ પણ વાંચો : Lucknow: હજરતગંજમાં 5 માળની ઈમારત ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">