Mumbai : “સ્વચ્છ ભારત” પહેલ અંતર્ગત એક કલાકારનું અનોખુ યોગદાન, દિવાલોનું બ્યુટિફિકેશન કરીને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા

આપણે બધા જાણીએ છીએ કે કોવિડ 19 બાદ સ્વચ્છતાનું મહત્વ વધ્યું છે,ત્યારે આજે તમને એક એવા કલાકાર વિશે જણાવીશું કે જેમણે "સ્વચ્છ ભારત" (Clean India)ની પહેલ અંતર્ગત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Mumbai : સ્વચ્છ ભારત પહેલ અંતર્ગત એક કલાકારનું અનોખુ યોગદાન, દિવાલોનું બ્યુટિફિકેશન કરીને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા
Unique contribution of an artist under "Swachh Bharat"

Mumbai :  નિરજ સિંહ નામના આ કલાકારે જુન 2020 થી “સ્વચ્છ ભારત”(Swachh Bharat)પહેલ હેઠળ કામ કરવાનું શરૂ કર્યું અને અત્યારસુધીમાં તેમણે શહેરની જાહેર જગ્યાઓ પર ચિત્રો બનાવીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા છે.

પ્રદુષણને કારણે પર્યાવરણ પર માઠી અસર

નિરજ સિંહે જણાવ્યુ હતું કે,પ્રારંભિક તબક્કામાં (Early Stage)શહેરમાં સ્વચ્છતા કેવી રીતે લાવી શકાય તે અંગે વિચારણા કરી હતી.બાદમાં રમતના મેદાનો, સાર્વજનિક પાર્ક, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા સાર્વજનિક સ્થળોના બ્યુટિફિકેશનનો (Beautification)વિચાર આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,મુંબઈ શહેરમાં મોટી સંખ્યામાં લોકો ગંદકી ફેલાવી રહ્યા છે,જેને કારણે પર્યાવરણ પર તેની માઠી અસર જોવા મળી રહી છે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે, ભારતીયો હજુ સુધી વિદેશી દેશોની જેમ સ્વચ્છતા પ્રત્યે સભાન થયા નથી.શરૂઆતના તબક્કે એ જ વિચાર હતો કે જો શહેરમાં રાષ્ટ્રીય ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક (symbol of inspiration)સમાન ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવે કે જેનાથી લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય અને આ વિચારથી જ તેમણે સામાજિક યોગદાન શરૂ થયું.

સૌપ્રથમ સપ્તર્ષિ પાર્કની દિવાલનું કરવામાં આવ્યું બ્યુટિફિકેશન

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે,સૌપ્રથમ મુંબઈના ઉત્તર પૂર્વમાં આવેલા સપ્તર્ષિ પાર્ક (Saptarshi Park)નામના સ્થળે દિવાલોનું નવીનીકરણ કરવું એ અમારા માટે પડકાર સમાન હતુ,તેથી સૌપ્રથમ અમે વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું અને બ્યુટિફિકેશનનો આ વિચાર શેર કર્યો. ઉપરાંત મિત્રો અને કુટુંબીજનો મદદ કરવા અને સહકાર આપવા માટે સંમત થયા હતા,જેને કારણે પાર્કની દિવાલનું નવીનીકરણ કરવાના ખર્ચની વ્યવસ્થા થઈ ગઈ હતી.

ઉપરાંત નિરજે (Neeraj Singh) જણાવ્યું હતુ કે,સપ્તર્ષિ પાર્કની દિવાલ ખુબ જ જુની હતી જેથી તેના પર આર્ટ વર્ક (Art Work)બનાવવું અશક્ય હતું પરંતુ અમે તમામ અડચણોને દુર કરીને તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation) પાસેથી આર્ટ વર્ક કરવા માટેની પરવાનગી મેળવવા પત્રનો મુસદ્દો તૈયાર કર્યો અને 6 જુલાઈ 2020 ના રોજ તેમને સત્તાવાર પરવાનગી આપવામાં આવી અને સાથે જ સ્થળના બ્યુટિફિકેશન માટે એક વર્ષનો કરાર પણ આપવામાં આવ્યો હતો.

 

 

 

દિવાલોનું બ્યુટિફિકેશન કરવામાં આવી અનેક અડચણો

દિવાલોનું બ્યુટિફિકેશન કરવા માટે ત્રીજી અડચણએ હતી કે, આર્ટવર્ક માટે પેઇન્ટ અને પેઇન્ટિંગ સાધનો (Painting Equipment)મેળવવા. આ માટે અમે અનેક પેઇન્ટ કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપ (Sponsorship) માગી, પરંતુ કોવિડને કારણે આર્થિક નુકશાનને પગલે એક પણ પેઈન્ટ કંપનીઓ સંમત ન થઈ, જો કે એક કંપની આર્ટ વર્ક માટે જરૂરી પેઈન્ટ્સ અને સાધનો માટે સ્પોન્સર (Sponsor)કરવા માટે સંમત થયા.

નિરજે વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે,આ અવરોધ સિવાય કેટલાક સામાજિક દુષણોનો (Social evils) પણ સામનો કરવો પડ્યો, જેમણે અમારું કામ અટકાવવાના ઘણા પ્રયાસ કર્યો હતા.જેમાં સ્થાનિક રાજકારણીઓનો (Politician) પણ સમાવેશ થાય છે,કે જેમણે સત્તાવાર પરવાનગીઓ હોવા છતાં પૈસાની માંગણી કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે “એક મજબૂત ઇચ્છાથી તમામ સામાજિક દુષણો નાબૂદ કરી શકાય છે” આ કહેવતને વળગી રહ્યો અને આખરે અમારૂ સ્વપ્ન સાકાર થયું.

 

આપને જણાવવું રહ્યું કે, 2000 ચોરસ ફૂટની દિવાલ પર કલાનું કામ પૂર્ણ કરવા માટે નિરજને લગભગ 80 દિવસો લાગ્યા હતા.જે દિવાલમાં તેમણે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ ક્રિકેટરોના ચિત્રો બનાવ્યા હતા.ઉપરાંત અત્યારસુધીમાં તેમણે મેરી કોમ, હિમા દાસ અને સાઇના નેહવાલ જેવા ઓલિમ્પિક ખેલાડીઓ,ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રી અને હોકી ખેલાડી સરદાર સિંહના ચિત્રોને કંડારવામાં આવ્યા છે.

સૌથી મહત્વની બાબત એ છે કે,નિરજે દેશના રક્ષણ માટે હંમેશા આગળ રહેતા નૌકાદળ, આર્મી, (army)એરફોર્સ, આરોગ્ય કર્મચારીઓ, બીએમસી કામદારો (BMC Workers) અને મુંબઈ પોલીસના (Mumbai Police) ચિત્રો બનાવીને દિવાલોનું બ્યુટિફિકેશન કર્યું હતું.

 

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો સ્કુલ ખોલવા અંગે મહત્વનો નિર્ણય, 17 ઓગસ્ટથી શાળાઓ શરૂ કરવામાં આવશે

આ પણ વાંચો: Maharashtra: બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, ધોરણ 11માં પ્રવેશ માટે લેવાનારી CETની પરીક્ષા રદ્દ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati