Power Cut In Mumbai: ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિજળી ગુલ, લોકોને ભોગવવી પડી હાલાકી

કેટલીક ઈમારતોમાં પાવર ફેલ થવાના કારણે લિફ્ટને પણ અસર થઈ હતી. બેસ્ટના (BEST) અધિકારીઓનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કેબલમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે ઘણીવાર પાવર કટ (Power Cut) થઈ જાય છે.

Power Cut In Mumbai: ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિજળી ગુલ, લોકોને ભોગવવી પડી હાલાકી
Power Cut In Mumbai (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 10:36 PM

મુંબઈમાં (Mumbai Latest News) રાજકીય સંકટ સમાપ્ત થતાની સાથે જ ગઈ કાલ સવારથી પડી રહેલો વરસાદ હવે મુંબઈગરાઓ માટે મુસીબત બની રહ્યો છે. ગઈ કાલ સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે. ભારે વરસાદ વચ્ચે મુંબઈના કેટલાક ભાગોમાં પાવર કટ (Power Cut) પણ ચાલુ છે. એન્ટોપ હિલ અને સાયનમાં કેટલીક ઈમારતોમાં રાતોરાત વીજ પુરવઠો બંધ થવાથી ઘણા રહેવાસીઓને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને અસુવિધા થઈ હતી. કેટલીક ઈમારતોમાં પાવર ફેલ થવાના કારણે લિફ્ટને પણ અસર થઈ હતી. બેસ્ટના અધિકારીઓનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કેબલમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે ઘણીવાર પાવર કટ થઈ જાય છે. ઘાટકોપર, મુલુંડ, વિક્રોલીના કેટલાક વિસ્તારો અને અંબરનાથ જેવા કેટલાક દૂરના ઉપનગરો સહિત શહેરના અન્ય ભાગોમાં પણ પાવર કટ જોવા મળ્યો છે.

હવામાન વિભાગે જાહેર કરી હતી આગાહી

આ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદ બાદ આગામી 24 કલાક માટે શહેર અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે 1 અને 2 જુલાઈએ શહેરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈ દર વર્ષે ભારે વરસાદને કારણે ડૂબી જાય છે

મહારાષ્ટ્રમાં કોઈની પણ સરકાર હોય, કોઈપણ વ્યક્તિ મુખ્યમંત્રી હોય, પરંતુ ભારે વરસાદને કારણે મુંબઈ દર વર્ષે ડૂબી જાય છે. મહારાષ્ટ્રમાં આ વખતે નવી સરકાર છે, નવા મુખ્યમંત્રી છે, પરંતુ મુશ્કેલી જૂની છે. ગુરુવારે ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમયગાળા દરમિયાન કાલબાદેવી અને સાયન વિસ્તારમાં પણ બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારે પાણી ભરાવાને કારણે અનેક સ્થળોએ વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્રેનની અવરજવર પર કોઈ અસર નહીં

ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે મુંબઈમાં 12થી વધુ રૂટ પર બસોને ડાયવર્ટ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ચારથી પાંચ જગ્યાએ વધુ પાણી ભરાવાને કારણે 12થી વધુ બેસ્ટ બસોને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવી પડી છે. જોકે, રેલવેએ દાવો કર્યો હતો કે ઉપનગરીય ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">