Mumbai : ઘાટકોપરમાં BMC સંચાલિત રાજાવાડી હોસ્પિટલના ICUમાં ઉંદરે દર્દીની પાપણો કોરી ખાધી

Mumbai : 24 વર્ષીય આ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં ઇન્ફેકશનને કારણે બે દિવસ પહેલા રાજાવાડી હોસ્પિટલ (Rajawadi Hospital)ના ICU માં દાખલ કરવામાં આવ્યો હતો.

  • Updated On - 9:55 pm, Tue, 22 June 21 Edited By: Nakulsinh Gohil
Mumbai : ઘાટકોપરમાં BMC  સંચાલિત રાજાવાડી હોસ્પિટલના ICUમાં ઉંદરે દર્દીની પાપણો કોરી ખાધી
FILE PHOTO

Mumbai : મુંબઇના ઘાટકોપરમાં BMC સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં ICU દર્દી સાથે ચોંકાવનારી ઘટના બની છે. આઈસીયુમાં દાખલ આ દર્દીની આંખની બંને પાપણો ઉંદરે કોરી ખાધી છે. આવો આરોપ દર્દીના સ્વજને લગાવ્યો છે. BMC સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં ઘટેલી આ ઘટનાથી વિવાદ ઉભો થયો છે.

ઉંદરે આંખની પાપણો કોરી ખાધી
મુંબઈના ઘાટકોપરમાં આવેલી BMC સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં શ્રીનિવાસ યલ્લપ નામના 24 વર્ષીય દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં ઇન્ફેકશનને કારણે બે દિવસ પહેલા ICU માં દાખલ કરવામાં આવ્યો હતો. 22 જૂનને મંગળવારે સવારે સારવાર દરમિયાન તેના સંબંધીઓએ દર્દીની આંખમાંથી લોહી નીકળતું જોયું, જ્યારે તેઓએ તેની આંખોની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે આંખની પાપણો ઉંદરે કોરી ખાધી છે.

ફરિયાદ કરતા મળ્યો ઉડાઉ જવાબ
ઘાટકોપરની બીએમસી સંચાલિત રાજાવાડી હોસ્પિટલના અધિકારીઓએ આ ચોંકાવનારી ઘટનાની પુષ્ટિ કરી હતી. પરંતુ ડોકટરે કહ્યું કે પાપણ પર ઇજાઓ ઉપરથી જ થયેલી છે અને દર્દીની આંખ પર કોઈ અસર થઈ નથી. દર્દીની બહેને જ્યારે નર્સને ફરિયાદ કરી તો ત્યાં ફરજ પર હાજર નર્સે ઉડાઉ જવાબ આપ્યો હતો કે ત્યાં માત્ર બે નર્સ છે અને બધા દર્દી પર ધ્યાન દેવું શક્ય નથી.

દર્દીની આંખની સર્જરી કરવી પડી
આ મુદ્દે રાજાવાડી હોસ્પિટલના અધિક્ષક વિદ્યા ઠાકુરે જણાવ્યું હોસ્પિટલમાં ઉંદરોનો ખુબ ત્રાસ છે અને પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે શ્રીનિવાસ યલ્લપને ઉંદરે કરડ્યો છે. હાલ દર્દીની આંખની સર્જરી કરવામાં આવી છે. આ ઉપરાંત ચેમ્બુરની એક હોસ્પિટલનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં હોસ્પિટલમાં ઉંદરો દોડતા નજરે પડે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati