મુંબઈ માટે રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાને કારણે નથી નોંધાયું એક પણ મોત

કોરોના મહામારી શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે મુંબઈમાં શૂન્ય મૃત્યુ નોંધાયું છે. આ માહિતી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.

મુંબઈ માટે રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાને કારણે નથી નોંધાયું એક પણ મોત
તસવીર પ્રતિકાત્મક

મુંબઈ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં (Mumbai) એક પણ મોત થયું નથી. આ રાહતના સમાચાર છે. કોરોના મહામારીની શરૂઆત પછી આ પ્રથમ વખત છે, જ્યારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.

 

કોરોનાના સંદર્ભમાં મુંબઈ દેશના સૌથી વધુ સંક્રમિત શહેરોમાંનું એક છે. આજે મહાનગરમાં કોરોના સંક્રમણના 367 નવા કેસ નોંધાયા છે. હાલમાં મુંબઈમાં પોઝિીટીવિટી રેટ 1.27 ટકા છે. જ્યારે 5,030 સક્રિય કેસ છે. કોરોના વાઈરસની (Corona Virus) બીજી લહેર દરમિયાન મુંબઈની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી.

 

મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા હતા. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે દર્દીઓ હોસ્પિટલોમાં પથારી પણ મેળવી શકતા ન હતા. ઓક્સિજન સંકટને (Oxygen Crisis) કારણે ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એક દિવસમાં 11,000થી વધુ કેસ નોંધાયા હતા અને મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા હતા.

 

મુંબઈમાં કોરોનાને કારણે આજે એક પણ મોત થયું નથી

 પ્રથમ વખત શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં

હાલમાં દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ઘણા સ્થળોએ નવા કેસો માત્ર એક આંકડાંમાં નોંધાયેલા છે. પરંતુ મુંબઈમાં સતત મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે રાહતના સમાચાર સામે એ આવ્યા છે કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયુ નથી. કોરોના મહામારી શરૂ થયા બાદ આ પહેલી વખત બન્યું છે કે મુંબઈમાં ઝીરો મોત નોંધાયા છે. આ માહિતી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.

 

મુંબઈમાં કોરોના રિકવરી રેટ 97 ટકા

હાલમાં મુંબઈમાં કોરોના રિકવરી રેટ 97 ટકા છે. તે જ સમયે કોરોનાના 367 નવા કેસ નોંધાયા છે. સંક્રમણને કારણે એક પણ મોતન થવું એ મુંબઈ માટે રાહતના સમાચાર છે. બે વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોરોનાને કારણે કોઈપણ દર્દીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો નથી.

 

 

આ પણ વાંચો :  Maharashtra: રાજ ઠાકરેના ફોટાને ન ઓળખવા બદલ સજા! મરાઠી અભિનેત્રીએ ચોકીદારને માર્યો માર, જુઓ વીડિયો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati