જાણો ક્રૂઝ પર રેડ પાડનાર સમીર વાનખેડે કોણ છે ? કેમ તેનુ નામ સાંભળતા જ બોલીવુડ કાંપી ઉઠે છે ?

સમીર વાનખેડેએ 2013 માં મુંબઈ એરપોર્ટ પર ગાયક મીકા સિંહને વિદેશી કરન્સી સાથે પકડ્યો હતો. આ સિવાય તેણે અનુરાગ કશ્યપ, વિવેક ઓબેરોય, રામ ગોપાલ વર્મા સહિત બોલીવુડ સેલેબ્સની મિલકતો પર દરોડા પાડ્યા છે.

જાણો ક્રૂઝ પર રેડ પાડનાર સમીર વાનખેડે કોણ છે ? કેમ તેનુ નામ સાંભળતા જ બોલીવુડ કાંપી ઉઠે છે ?
Sameer Wankhede (File Photo)

Maharashtra : મુંબઈના દરિયામાં ચાલતી ક્રૂઝ  પાર્ટી પર દરોડા પાડીને મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપવાનુ આ ઓપરેશન જેમણે કર્યુ છે તેના હિરો એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે છે. સંદીપ વાનખેડેએ (Sameer Wankhede) ક્રૂઝ પર દરોડા પાડનારી ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા અને બોલિવૂડ સુપરસ્ટારના પુત્ર સહિત કુલ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ 

તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની (Sushant singh Rajput ) આત્મહત્યા બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ સમીર વાનખેડે પણ તે કેસની તપાસ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, સંદીપે આ કેસમાં ઘણી વખત રિયા ચક્રવર્તી અને સુશાંતના અન્ય મિત્રોની પણ પૂછપરછ કરી હતી.

સમીર વાનખેડે કોણ છે ?

સમીર વાનખેડે 2008 ના IRS-C & CE અધિકારી છે. એનસીબીમાં જોડાયા પહેલા, તેઓ ડીઆરઆઈ (Rvenue Intelligence) મુંબઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેણે ભૂતકાળમાં અનેક ડ્ર્ગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ પહેલા તેઓ NIA માં એડિશનલ એસપી અને AIU માં ડેપ્યુટી કમિશનરનું (Deputy Commissioner) પદ પણ સંભાળી ચૂક્યા છે. સમીર વાનખેડેનું પ્રથમ પોસ્ટિંગ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારી તરીકે કરવામાં આવ્યુ હતું. બાદમાં તેમને આંધ્રપ્રદેશ અને દિલ્હી પણ મોકલવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં, સમીર અને તેની ટીમની આગેવાની હેઠળની તપાસમાં 17,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે.

કસ્ટમ અધિકારી તરીકે પણ કામ કર્યું છે

એક અહેવાલ મુજબ, સમીર વાનખેડેએ કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતી વખતે પણ ઘણા સેલિબ્રિટીઓને વિદેશી ચલણમાં ખરીદેલા સામાન પર ટેક્સ ન ચૂકવ્યો ત્યાં સુધી કસ્ટમ મંજૂરી આપી ન હતી. તેમણે અનેક સેલિબ્રિટીઓ સામે ટેક્સ ન ભરવા બદલ કેસ દાખલ કર્યો હતો.

બોલિવૂડમાં સમીરનો ડર

તમને જણાવી દઈએ કે, વર્ષ 2013 માં સમીરે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ગાયક મીકા સિંહને વિદેશી ચલણ સાથે પકડ્યો હતો. આ ઉપરાંત તેણે અનુરાગ કશ્યપ, વિવેક ઓબેરોય, રામ ગોપાલ વર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સની માલિકીની મિલકતો પર પણ દરોડા પાડ્યા છે. સમીર વાનખેડે એટલા સખ્ત છે કે, વર્ષ 2015 માં સોનાથી બનેલી ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી પણ કસ્ટમ ડ્યુટી ચૂકવ્યા બાદ જ મુંબઈ એરપોર્ટ પરથી બહાર જવા દેવામા આવી હતી. તેમણે રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં પણ કામ કર્યું છે.

NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે જણાવ્યું હતુ કે,આ ક્રુઝ પર પાડવામાં આવેલી રેડમાં કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે, આ ઓપરેશન દરમિયાન ડ્રગ્સ પણ મળી આવ્યુ છે.હાલ આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Mumbai NCB Raid: મુંબઈમાં ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર NCBની રેડ, શાહરુખ ખાનના દીકરા આર્યનની પૂછપરછ શરૂ

આ પણ વાંચો :  Himachal Pradesh Bypoll: શું કંગના ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે ? મંડી બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati