મુંબઈ: ડ્રગ્સ કેસમાં મંત્રી નવાબ મલીકના જમાઈ સમીર ખાનની NCBએ કરી ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહ્યું છે. એનસીબી સતત ડ્રગ્સના કેસમાં નવા લોકો પર સકંજો કસી રહી છે. જો જરૂર પડે તો હાઈપ્રોફાઇલ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  • Hardik Bhatt
  • Published On - 22:34 PM, 13 Jan 2021
Mumbai: Minister Nawab Malik's son-in-law Sameer Khan has been arrested by the NCB in a drug case

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહ્યું છે. એનસીબી સતત ડ્રગ્સના કેસમાં નવા લોકો પર સકંજો કસી રહી છે. જો જરૂર પડે તો હાઈપ્રોફાઇલ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે લઘુમતી બાબતોના અને કૌશલ્ય વિકાસ પ્રધાન નવાબ મલિકના જમાઈ સમીર ખાનની એનસીબીએ ધરપકડ કરી છે. સમીર ખાનને NCBએ પૂછતાછ માટે બોલવ્યો હતો. તે સવારે 10 વાગ્યે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબીની ઓફિસ પહોંચ્યો હતો.

 

 

અગાઉ ખાનને એનસીબી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતા. એક અહેવાલ મુજબ ખાન બુધવારે સવારે 10 વાગ્યે દક્ષિણ મુંબઈની બાલાર્ડ એસ્ટેટમાં એનસીબી ઓફિસમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્રગ્સના કેસમાં આરોપી અને તેમની વચ્ચે રૂ 20,000નું કથિત ઓનલાઇન લેવડ દેવડ પ્રકાશમાં આવ્યા બાદ એજન્સીએ તેમને સમન્સ આપ્યું હતું. આ કેસમાં બ્રિટિશ નાગરિક કરણ સજાનની અને બે અન્ય લોકોની 200 કિલો નશીલા પદાર્થો સાથે ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે એનસીબી આ સોદા અંગે ખાનના નિવેદનને રેકોર્ડ કરવા માંગે છે. નોંધપાત્ર વાત એ છે કે એજન્સીએ મંગળવારે મુંબઈની પ્રખ્યાત મુછ્છડ પાનવાલા દુકાનના માલિક રામકુમાર તિવારીની ધરપકડ કરી હતી.

 

મુચ્છડ પાનવાળાને મળ્યા જામીન

મુંબઈના પ્રખ્યાત કરોડપતિ ‘મુછડ પાનવાલા’ જામીન પર છૂટયો છે. બુધવારે મુંબઈની વિશેષ અદાલતે મુછ્ડ પાનવાલાને રૂ. 15,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. આપને જણાવી દઈએ કે આ અઠવાડિયાની શરૂઆતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સના કેસમાં મુછડ પાનવાળા ઉર્ફે જયશંકર તિવારીની ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો: હવે LPG સિલિન્ડર 30 મિનિટમાં મળશે, ટુંકમાં લાગુ થશે યોજના