મુંબઇના ધારાવીમાં રમતરમતમાં એક બાળક લિફ્ટમાં ફસાતા કરૂણ મોત, જુઓ મોતની લિફ્ટના દર્દનાક દ્રશ્યો

શું આપ ફ્લેટમાં રહો છો ? શું આપનું બાળક ફ્લેટની લિફ્ટમાં એકલું અવર-જવર કરે છે ? તો આપના માટે આ અહેવાલ લાલબત્તી સમાન છે. મુંબઇમાં એક એવી ઘટના સર્જાઇ છે જે સુજ્ઞ સમાજના વાલીઓની ચિંતા વધારનારી છે. મુંબઇના ધારાવીના એક ફ્લેટમાં રમત-રમતમાં એક બાળક લિફ્ટમાં ફસાઇ જાય છે. અને, તેનું કરૂણ મોત નિપજે છે. લિફ્ટમાં […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:58 PM

શું આપ ફ્લેટમાં રહો છો ? શું આપનું બાળક ફ્લેટની લિફ્ટમાં એકલું અવર-જવર કરે છે ? તો આપના માટે આ અહેવાલ લાલબત્તી સમાન છે. મુંબઇમાં એક એવી ઘટના સર્જાઇ છે જે સુજ્ઞ સમાજના વાલીઓની ચિંતા વધારનારી છે. મુંબઇના ધારાવીના એક ફ્લેટમાં રમત-રમતમાં એક બાળક લિફ્ટમાં ફસાઇ જાય છે. અને, તેનું કરૂણ મોત નિપજે છે. લિફ્ટમાં ફસાઇને બાળકના મોતના ખૂબ જ દર્દનાક સીસીટીવી સામે આવ્યા છે. આ દ્રશ્યો એટલા ભયાવહ છે કે અમે આપને તે દર્શાવી શકીએ તેમ નથી.

ઘટનાની માહિતી આપીએ તો ફ્લેટની લિફ્ટમાં કેટલાક બાળકો પ્રવેશે છે.લિફ્ટ ચલાવવા માટે ફ્લોરના નંબર પણ દબાવે છે. થોડીવાર પછી લિફ્ટ ચોથા ફ્લોર પર આવીને ઊભી રહી જાય છે અને એમાંથી બે છોકરીઓ નીકળી જાય છે.પણ 5 વર્ષનો મોહમ્મદ હુફૈઝા લિફ્ટની બહાર નીકળે છે ત્યારે જ મસ્તીખોર અન્ય બાળકો દરવાજો બંધ કરી દેતા 5 વર્ષનો બાળક દરવાજા વચ્ચે ફસાઈ જાય છે. થોડીવારમાં જ લિફ્ટ ચાલુ છે અને લિફ્ટ સાથે ખેંચાતા બાળકનું મોત થાય છે.મહત્ત્વનું છે કે, મેહમ્મદ હુફૈઝાના પિતા કાપડની દુકાનમાં નોકરી કરે છે અને તેની મા ગૃહિણી છે. આ દુર્ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">