મુંબઈગરાઓ માટે ખુશખબર : રાજ્ય પ્રશાશનના નિર્ણયથી હવે માસિક પાસ લેવો જરૂરી નહિ, ટિકિટ દ્વારા પણ મુસાફરી કરી શકાશે

મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે માસિક પાસ હોવો જરૂરી નથી., હવે ટિકિટ લઈને પણ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. જો કે રસીકરણની શરતો હજુ પણ લાગુ છે.

મુંબઈગરાઓ માટે ખુશખબર : રાજ્ય પ્રશાશનના નિર્ણયથી હવે માસિક પાસ લેવો જરૂરી નહિ, ટિકિટ દ્વારા પણ મુસાફરી કરી શકાશે
Mumbai Local Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 2:13 PM

Mumbai Local Train : મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. હવે મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે માસિક પાસ (Monthly Pass) હોવો જરૂરી નથી. જેથી ટિકિટ લઈને પણ મુસાફરી કરી શકાશે. પરંતુ રસીકરણની શરતો હજુ પણ લાગુ છે. એટલે કે જેમનું રસીકરણ પૂર્ણ થયુ હશે તેમને જ ટિકિટ આપવામાં આવશે.

મુસાફરોની મોટી રાહત મળી

જો કે મોટી રાહત એ છે કે, કોરોના વાયરસ રસીકરણના (Corona Vaccination) 15 દિવસ પછી, કોઈ પણ વ્યક્તિ ટિકિટ લઈને પણ મુંબઈ લોકલમાં મુસાફરી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જો કોઈને અઠવાડિયામાં એક કે બે દિવસ માટે ક્યાંય જવું પડતું હતું, તો પણ તેણે માસિક પાસ બનાવવો પડતો હતો. એટલે કે એક દિવસની મુસાફરી માટે એક મહિનાનું ભાડું ચૂકવવુ પડતુ હતુ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અગાઉ, રાજ્ય સરકારે રસીકરણ (Vaccination) પૂર્ણ થયેલા લોકોને માસિક પાસ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. લોકોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો કોઈને એક મહિના માટે જવાનું નથી, તો તે મહિનાનું ભાડું શા માટે ચૂકવે ? ત્યારે હાલ આ નિર્ણયથી મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી છે.

રાજ્ય સરકારે રેલવેને ટિકિટની મંજૂરી આપવા માટે પત્ર મોકલ્યો 

રાજ્ય સરકારે કેન્દ્ર અને પશ્ચિમ રેલવેને (Railway Department) કોરોના સમયગાળા દરમિયાન મુંબઈ લોકલની ટિકિટનું વેચાણ રોકવા માટે પત્ર મોકલ્યો હતો. આ નિર્ણયને લઈને સામાન્ય લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. હવે જ્યારે કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે રેલવે પ્રશાસનને પત્ર મોકલ્યો છે.

આ પત્ર અનુસાર, રાજ્ય સરકારે (Maharashtra Government) એવા લોકો માટે દૈનિક ટિકિટ મુસાફરીની સુવિધા શરૂ કરવા વિનંતી કરી છે જેમણે રસીકરણ પૂર્ણ કર્યું છે. રાજ્ય સરકારે તેના પત્રમાં રસીકરણ પૂર્ણ થઈ ગયું હોય તેવા લોકોને ટિકિટ ખરીદવા અને રેલવે સ્ટેશનો પર વધારાનો સ્ટાફ તૈનાત કરવા પણ વિનંતી કરી છે. ત્યારે હાલ રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આ પણ વાંચો: સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?

આ પણ વાંચો: Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">