Maharashtra: મુંબઈમાં NCB ફરી એક્શનમાં, વિલે પાર્લે વિસ્તારમાંથી કરોડોનું હેરોઈન જપ્ત

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલી NCBએ ફરી એકવાર વિલે પાર્ક વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિલે પાર્લે વિસ્તારમાંથી કરોડોની કિંમતનું હેરોઈન ઝડપાયું છે.

Maharashtra: મુંબઈમાં NCB ફરી એક્શનમાં, વિલે પાર્લે વિસ્તારમાંથી કરોડોનું હેરોઈન જપ્ત
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 10:18 PM

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મંગળવારે મુંબઈમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિલે પાર્લે વિસ્તારમાંથી કરોડોની કિંમતનું હેરોઈન ઝડપાયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી NCB એ ડ્રગ્સ સ્મગલરો વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસથી ચર્ચામાં આવેલી NCBએ ફરી એકવાર વિલે પાર્લે વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. કરોડોની કિંમતનું હેરોઈન જપ્ત કરવાની આ કાર્યવાહીની માહિતી NCB દ્વારા આપવામાં આવી છે. NCB ટીમ દ્વારા આ કેસમાં શકમંદોની શોધખોળ કરવામાં આવી રહી છે. એનસીબીના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ તપાસ ચાલુ છે.

‘જેએનપીટીમાં ઉભા છે અફીણના ત્રણ કન્ટેનર, ક્યારે થશે કાર્યવાહી ?’

NCP નેતા નવાબ મલિકે આજે (મંગળવાર, 2 નવેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને સવાલ ઉઠાવ્યો કે NCBના કેટલાક અધિકારીઓ મોટા ડ્રગ ડીલરો અને માફિયાઓને છોડી દે છે, જ્યારે અમુક ગ્રામ ડ્રગ્સ રિકવર થાય ત્યારે લોકોને ફસાવી દેવામાં આવે છે. તેમના કેસને મોટો દેખાડીને વસુલી કરવામાં આવે છે. તેમણે પ્રશ્ન કર્યો કે આજે પણ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT)માં અફીણના બીજના ત્રણ કન્ટેનર ઉભા છે. તેમની સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી ?

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

નવાબ મલિકે કહ્યું કે આર્યન ખાન સાથે 18 કરોડની ડીલ કરવાની વાત સામે આવી રહી છે. અગાઉ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. એટલે કે NCB સંસ્થા ઉપર પણ છેલ્લા કેટલાક સમયથી સવાલો ઉઠાવાય રહ્યા છે. આ સ્થિતિમાં NCB દ્વારા કરવામા આવતી દરેક નવી કાર્યવાહી છબીને સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવશે.

એનસીબીએ 125 કરોડથી લઈને 21 હજાર કરોડ સુધીનું હેરોઈન જપ્ત કર્યું છે

NCBએ ઓક્ટોબર મહિનામાં નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટમાં પણ મોટી કાર્યવાહી કરી હતી. DREના ઝોનલ યુનિટે 25 કિલો હેરોઈનનો સ્ટોક રિકવર કર્યો હતો. આ સ્ટોક એક કન્ટેનરમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 125 કરોડ રૂપિયા હતી. આ કેસમાં નવી મુંબઈના એક વેપારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

નવી મુંબઈના ન્હાવા શેવામાં ઈરાનથી પણ કન્ટેનર આવ્યું હતું. આ કન્ટેનરમાંથી હેરોઈન મળી આવ્યું હતું. સપ્ટેમ્બરમાં ડીઆરઆઈએ 2,988.21 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 21 હજાર કરોડ રૂપિયા હતી. ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હેરોઈનને પહેલા દિલ્હી લઈ જવાનું હતું. દિલ્હીથી તેને દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડવાનું હતું. ખાસ કરીને તેને પંજાબ મોકલવાનું આયોજન હતું. જ્યારે આટલું મોટું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું ત્યારે મામલો NIAને સોંપવામાં આવ્યો. પરંતુ આ પહેલા ડીઆરઆઈએ આઠ લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">