Mumbai: કોરોના દર્દીઓ પર Tauktae ચક્રવાતનું સંકટ, હજારો કોરોના દર્દીઓને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચક્રવાત તાઉતેના સંકટથી બચવા તંત્ર દોડતું થયું છે. હવામન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં આવનારા બે દિવસમાં જોરદાર વરસાદ પડી શકે છે, તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે.

Mumbai: કોરોના દર્દીઓ પર Tauktae ચક્રવાતનું સંકટ, હજારો કોરોના દર્દીઓને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 15, 2021 | 7:33 PM

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચક્રવાત તાઉતેના સંકટથી બચવા તંત્ર દોડતું થયું છે. હવામન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં આવનારા બે દિવસમાં જોરદાર વરસાદ પડી શકે છે, તેમ જ પવનની ઝડપ પણ તીવ્ર રહેશે. આ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઈ સમસ્યા ન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ આઈસીયુ વિભાગમાંથી 400 દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ ઉપરાંત જમ્બો સેન્ટરની આસપાસ આવેલાં 300થી પણ વધુ વૃક્ષોને કાપવામાં આવ્યાં છે. કોરોના સામે લડી રહેલી મુંબઈ મહાનગરપાલિકાને એકાએક ઝડપી પગલાં લેવાં પડ્યાં છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું છે કે પાલિકાએ તમામ સિસ્ટમોને એલર્ટ કરી દીધી છે.

મુંબઈ શહેરમાં જ્યાં પણ પાણી ભરાઈ શકે છે, ત્યાં પમ્પ મુકાયા છે. મુંબઈના બીચ પર લાઈફ ગાર્ડ તૈનાત કરાયા છે. વીજ પુરવઠો ખોરવાઈ શકે છે, આ મામલે હોસ્પિટલોને ચેતવણી દેવામાં આવી છે કે તેઓ પાવર બેકઅપ તૈયાર રાખે. સાથે જ તેમણે જણાવ્યું કે મનપા દ્વારા આવતા સમુદ્ર ચક્રવાતને લઈને સમગ્ર તૈયારી કરવામાં આવી છે. મુંબઈના જુદા જુદા કોવિડ સેન્ટરોમાં દાખલ કરાયેલા કોરોના દર્દીઓને સ્થળાંતર કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

ચક્રવાતને પગલે મુંબઈના તમામ કોવિડ કેન્દ્રોને ચેતવણી આપવામાં આવી છે. 100થી વધુ દર્દીઓને મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરથી બીજા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને નજીકની એમટી અગ્રવાલ, રાજાવાડી, મુલંદ મીઠાગર કોવિડ સેન્ટર, ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ દહિસર કોવિડ સેન્ટરમાંથી 160 દર્દીઓ અને આઈસીયુ કોવિડ સેન્ટરમાં 85 દર્દીઓને સ્થળાંતર કરવા કામગીરી શરુ કરાઈ છે.

જોરદાર પવન અને મુશળધાર વરસાદને પગલે કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે અને સાવચેતીનાં પગલાં લેવા તમામ કેન્દ્રોને અપાયેલી સૂચના મુજબ તૈયારી શરુ કરી દીધી છે. આ ઉપરાંત,  ICUમાં દાખલ કરાયેલા દર્દીઓ માટે મુલુંડ ઓક્ટ્રોઈ નાકા ખાતે આઈસીયુ યુનિટની સ્થાપના કરવામાં આવી છે.

જે દર્દીઓની હાલત હવે સુધરી રહી છે, તેમને મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે, તેમજ ઓક્સિજન અને વેન્ટિલેટર પરના દર્દીઓ માટે કટોકટીની સ્થિતિમાં તેમને અન્ય સ્થળોએ ખસેડવા પગલાં લેવામાં આવ્યા છે. મુલુંડના ઓકટ્રાઈ નાકા વિસ્તારમાં આઈસીયુ એકમ સ્થાપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ઝાડની ડાળીઓને છત પર પડવાથી અને છતને નુકસાન પહોંચાડે તે માટે વૃક્ષ કાપણી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Cyclone Tauktae એટલે અવાજ કરવા વાળી ગરોળી ! કેટરીનાથી લઈ અમ્ફાન સુધી કેવી રીતે રખાય છે વાવાઝોડાનાં નામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">