MUMBAI : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સિદ્ધ વિનાયક મંદિરમાં દર્શન કર્યા, મુંબઇથી સીએમ સાંજે ગાંધીનગર પરત ફર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના બીજા રોડ-શોના પ્રારંભે મુંબઇમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. મુખ્યમંત્રી સાથેની વન-ટુ-વન બેઠકના આ ઉપક્રમમાં સૌ પ્રથમ ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મુખ્યમંત્રીને મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના (Vibrant Gujarat Summit) રોડ શો સંદર્ભે મુંબઈની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ-શો બાદ મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરે (Siddhi Vinayak Temple) જઈને ગણેશજીના દર્શન પૂજન -શ્રદ્ધાભાવ પૂર્વક કર્યા હતા. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ,ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા વગેરેએ પણ ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) સાથે સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની(CM Bhupendra Patel) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના બીજા રોડ-શો અંતર્ગત એક દિવસીય મુંબઇ-મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. મુખ્યમંત્રી મુંબઇમાં (mumbai) અગ્રણી ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક, રોડ-શો, મુંબઇ સ્ટોક એક્સ્ચેંજની મુલાકાત અને સિદ્ધિવિનાયક મંદિરે દર્શન એમ દિવસભર બેક-ટુ-બેક કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના બીજા રોડ-શોના પ્રારંભે મુંબઇમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. મુખ્યમંત્રી સાથેની વન-ટુ-વન બેઠકના આ ઉપક્રમમાં સૌ પ્રથમ ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મુખ્યમંત્રીને મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રીના દિવસભરના કાર્યક્રમોમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને અન્ય વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. મુખ્યમંત્રી મુંબઇની તેમની એક દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી સાંજે ગાંધીનગર પરત ફર્યા હતા.

 

  • Follow us on Facebook

Published On - 6:02 pm, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati