મુંબઈ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો મેલ, અમદાવાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની અપાઈ ધમકી

શનિવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈથી અમદાવાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6045માં બોમ્બ મુકવામાં આવ્યો છે.

મુંબઈ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો મેલ, અમદાવાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની અપાઈ ધમકી
IndiGo Flight (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 12:24 PM

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ધમકીભર્યો મેલ મળ્યો. આ મેલ શનિવારે (1 ઓક્ટોબર) રાત્રે આવ્યો હતો. મેલમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight) 6E 6045માં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ઈન્ડિગોની આ ફ્લાઈટ રાત્રે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ એટલે કે મુંબઈ એરપોર્ટ પરથી અમદાવાદ જવાની હતી. તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. આ પછી મોડી રાત્રે ફ્લાઈટને ટેક ઓફ કરવા દેવાઈ હતી. પોલીસે આ ધમકીભર્યા મેલને ગંભીરતાથી લીધો છે. પોલીસે આ સંદર્ભે તપાસ શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.

બોમ્બ મુકવામાં આવ્યો હોવાની વાત, તપાસના અંતે સંપૂર્ણપણે અફવા સાબિત થઈ હતી. હવે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ ઈમેલ કોણે અને શા માટે કર્યો. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ હોય કે મંત્રાલય કે એરપોર્ટ, આ કોઈ પહેલો કિસ્સો નથી કે આવા ધમકીભર્યા મેસેજ, મેઈલ, ફોન કોલ કે પત્રો આવ્યા ના હોય. આ પહેલા પણ આવા મેઈલ કે કોલ કે વોટ્સએપ મેસેજ આવતા રહ્યા છે. ઘણી વખત તપાસ પછી કોઈ માથા ફરેલ વ્યક્તિ આ પ્રકારનુ કામ કરે છે. અથવા તો કોઈ વ્યક્તિ મજાક સ્વરૂપે કર્યું હોવાનું સામે આવે છે અથવા તો દુસાહસ સ્વરૂપે આવું કામ કરે છે.

ધમકીના કારણે ગભરાટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ પ્રકારની ધમકીઓમાં સામાન્ય રીતે એક વસ્તુ સમાન રીતે સામે આવતી હોય છે. ક્યાંક એવું લખ્યું છે કે મુંબઈને હચમચાવી નાખવાના કાવતરાને અંજામ આપવાનો સમય આવી ગયો છે. કોઈએ મેસેજ કર્યો કે આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે. તેઓ ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવવા જઈ રહ્યા છે. વાસ્તવમાં કેટલાક માનસિક દર્દીઓ તેમની બીમારી કે કોઈ તોફાની, આવું કરે છે, પરંતુ એજન્સીઓ આવી દરેક ધમકીને ગંભીરતાથી લે છે. કારણ કે જો આમાંથી એક પણ ધમકી સાચી સાબિત થાય તો શહેર અને દેશને મોટું નુકસાન થઈ શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એટલા માટે આ કેસમાં પણ સુરક્ષા એજન્સીઓ પણ પૂરી તૈયારી સાથે ધમકી મોકલનારને શોધી રહી છે. આ પછી તેની પૂછપરછ કરીને મેલ મોકલવાનું કારણ જાણવામાં આવશે. હાલમાં બોમ્બની ધમકી માત્ર અફવા સાબિત થતાં મુંબઈના નાગરીકોને મોટી રાહત મળી છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">