મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટું અપડેટ, ભિવંડીના અંજુર-ભરોડીમાં ટૂંક સમયમાં ડેપોનું બાંધકામ થશે શરૂ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન એ સરકારનો ધ્યેય 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ શરૂ કરવાની છે. તેથી આ પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં અંજુર-ભરોડીમાં ડેપોનું બાંધકામ શરૂ થશે તેવી માહિતી સસમે આવી છે.

મુંબઈ-અમદાવાદને જોડતી બુલેટ ટ્રેનનું કામ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન માટે થાણે રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ આવતા મહિને ભિવંડી તાલુકાના અંજુર-ભરોડી ગામમાં શરૂ થશે. સુત્રો જણાવે છે કે આ કામ જાપાનના શિંકનસેન ધોરણો મુજબ કરવામાં આવશે. ટ્રેનના મેન્ટેનન્સના કામનો વર્કઓર્ડર કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ માટે 55 હેક્ટર સરકારી જમીન આરક્ષિત છે
આ પ્રોજેક્ટ માટે ભિવંડીના ભરોડી-અંજુર ગામમાં 55 હેક્ટર સરકારી જમીન અનામત રાખવામાં આવી છે. NHSRCLના DMRC દિનેશ ચંદ્રાએ સંયુક્ત રીતે ડેપોની ડિઝાઇન અને બાંધકામ માટે મંજૂરીનો પત્ર જાહેર કર્યો છે. આમાં સિવિલ વર્ક્સ, ઇન્સ્પેક્શન શેડ, મેન્ટેનન્સ ડેપો અને કમિશનિંગ ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને મેઇન્ટેનન્સ સુવિધાઓનો સમાવેશ થાય છે. ડેપોનો હેતુ જાપાની શિંકનસેન ટ્રેન ડેપોમાંથી પ્રેરણા લઈને ભારતમાં જાળવણી માટે એક ધોરણ સ્થાપિત કરવાનો છે.
NHSRCLના પ્રવક્તા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે આમાં અત્યાધુનિક ઇકો-ફ્રેન્ડલી સુવિધાઓનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ ભરોડી-અંજુરમાં અંદાજે 55 હેક્ટરમાં ફેલાયેલો છે. તેમાં ટ્રેનસેટ અને લાઇટ મેન્ટેનન્સની સુવિધા હશે.
ચાર ઇન્સ્પેક્શન લાઇન અને 10 સ્ટેબલિંગ લાઇન
શરૂઆતમાં ચાર ઇન્સ્પેક્શન લાઇન અને 10 સ્ટેબલિંગ લાઇન હશે, જેને વધારીને અનુક્રમે આઠ અને 31 કરવામાં આવશે. ડેપોમાં બોગી એક્સચેન્જ મશીન, અંડરફ્લોર વ્હીલ રી-પ્રોફાઈલિંગ મશીન, ટેસ્ટર અને ડેટા રીડર, અલ્ટ્રાસોનિક ફ્લો ડિટેક્ટર અને ડેટા રીડર, અલ્ટ્રાસોનિક ફ્લો ડિટેક્ટર અને ટ્રેનસેટ વોશિંગ પ્લાન્ટ સહિતની વિવિધ મશીનરી હશે.
આનો ઉપયોગ હાઇ સ્પીડ મેન્ટેનન્સ માટે કરવામાં આવશે. આ માટે જાપાન પાસેથી ટ્રેન સેટ ખરીદવામાં આવનાર છે. ગુજરાતમાં સાબરમતી અને સુરત ખાતે બુલેટ ટ્રેન માટે વધુ બે ડેપો નિર્માણાધીન છે.
