25 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરીનો મામલો, ક્રાઈમ બ્રાંચે 12 કલાકમાં ઘરના નોકરની કરી ધરપકડ

25 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરીનો મામલો, ક્રાઈમ બ્રાંચે 12 કલાકમાં ઘરના નોકરની કરી ધરપકડ
Mumbai theft accused

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપ્રાઈટરી સેલે નેપેંસી રોડના રહેવાસીના ઘરેથી 24.94 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી કરવા બદલ 36 વર્ષીય હાઉસ હેલ્પરની ધરપકડ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jan 17, 2022 | 10:57 AM

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના (Mumbai Crime Branch) પ્રોપ્રાઈટરી સેલે નેપેંસી રોડના રહેવાસીના ઘરેથી 24.94 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી કરવા બદલ 36 વર્ષીય હાઉસ હેલ્પરની ધરપકડ કરી છે. પોલીસે કેસ નોંધ્યાના 12 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલી સમગ્ર સંપત્તિ રિકવર કરવામાં પણ સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ બિહારના મધુબનીના રહેવાસી મદન ચૌધરી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેસની ફરિયાદી રિમ્પલ ઝવેરી ગૃહિણી છે. પીડિતાના પતિનો દમણમાં ધંધો છે અને તેથી જ દંપતી અવારનવાર દમણની મુલાકાતે આવે છે. 13 જાન્યુઆરીએ પરિવારે મદન ચૌધરીને હાઉસ હેલ્પર તરીકે રાખ્યો હતો.

ઘણીવાર જ્યારે કપલ ઘરની બહાર હોય. તેથી મોટાભાગે પીડિતાની સાસુ ઘરે જ રહે છે. તેનો લાભ લઈને મદને કબાટ તોડી 24.94 લાખની કિંમતના હીરા અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. જે બાદ જ્યારે પીડિતાને ચોરીની જાણ થઈ તો તેણે તરત જ શનિવારે મલબાર હિલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી અગાઉ પણ ચોરી કરી ચૂક્યો છે

પોલીસે જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની સતત તપાસ કરી રહી છે અને જાણવા મળ્યું છે કે શંકાસ્પદ તેના વતન ભાગી જવાની યોજના બનાવી રહ્યો છે. જે બાદ પોલીસે વડાલામાંથી શકમંદને પકડી લીધો હતો. પોલીસે તેની પાસેથી સમગ્ર ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપીનો ગુનાહિત રેકોર્ડ છે અને તેની સામે 2014માં તારદેવ પોલીસ સ્ટેશનમાં ચોરીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

નેપાળી ચોર ટોળકીનો પર્દાફાશ

મુંબઈની માલવાણી પોલીસે આંતરરાષ્ટ્રીય નેપાળી ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના 3 ચોરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ચોર ટોળકીમાં ઘણા લોકો છે, જેઓ મુંબઈ અને દેશના અન્ય રાજ્યોમાં ચોરી કરે છે. પોલીસે જણાવ્યું કે, આ શાતિર ચોરો નોકરીના બહાને ભારત આવે છે અને થોડા દિવસ ઈમાનદારીથી કામ કરીને પોતાના માલિકનું દિલ જીતી લે છે. ત્યાર બાદ તક મળતાં જ તે તેના બાકીના સાથીઓ સાથે ચોરી કરીને નેપાળ ભાગી જાય છે.

આ પણ વાંચો: Maharashtra : ભિવંડીના બંધ કાપડના કારખાનામાં ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ

આ પણ વાંચો: Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં ન ઘટી કોરોનાની રફતાર, આંકડો ફરી 41 હજારને પાર અને 29ના મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati