‘તમને સુરક્ષા મળશે, પણ પરિવારને કોણ બચાવશે ?’ રાઉતની ધમકી બાદ નવનીત રાણાની અમિત શાહને વિનંતી- ‘આમને બચાવો’

નવનીત રાણાએ કહ્યું, "સંજય રાઉત બળવાખોર ધારાસભ્યોને સતત ધમકી આપી રહ્યા છે. સંજય રાઉતે મીડિયા સામે જાહેરમાં ધમકી આપી છે કે તમને સુરક્ષા મળશે, પરંતુ તમારા પરિવારને બચાવવા કોણ આવશે?

'તમને સુરક્ષા મળશે, પણ પરિવારને કોણ બચાવશે ?' રાઉતની ધમકી બાદ નવનીત રાણાની અમિત શાહને વિનંતી- 'આમને બચાવો'
MP Navneet Rana ( file photo )
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jun 25, 2022 | 5:32 PM

મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં ખળભળાટ વચ્ચે અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ (Amravati MP Navneet Rana) શિવસેના પ્રમુખ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર ઉગ્ર નિશાન સાધ્યું છે. નવનીત રાણાએ મહારાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની વિનંતી કરી છે. નવનીત રાણાએ કહ્યું છે કે હું અમિત શાહને વિનંતી કરું છું કે તેઓ ધારાસભ્યોના પરિવારોને સુરક્ષા પ્રદાન કરે, જેઓ ઉદ્ધવ ઠાકરેને છોડીને અને બાળાસાહેબની વિચારધારાને વળગી રહીને નિર્ણય લઈ રહ્યા છે. નવનીત રાણાએ કહ્યું કે હવે રાજ્યમાંથી ઉદ્ધવ ઠાકરેની ગુંડાગીરી ખતમ થવી જોઈએ.

સંજય રાઉત બળવાખોર ધારાસભ્યોને ધમકી આપી રહ્યા છે – નવનીત રાણા

નવનીત રાણાએ કહ્યું, “શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંજય રાઉત બળવાખોર ધારાસભ્યોને સતત ધમકી આપી રહ્યા છે. સંજય રાઉતે મીડિયા સામે જાહેરમાં ધમકી આપી છે કે તમને સુરક્ષા મળશે, પરંતુ તમારા પરિવારને બચાવવા કોણ આવશે? તેમણે કહ્યું, “આજે, ઉદ્ધવ ઠાકરેએ ગુંડાઓ મોકલીને ધારાસભ્ય તાનાજી સાવંતની પુણેની ઓફિસમાં તોડફોડ કરી છે. મારે ઉદ્ધવ ઠાકરેજીને એક પ્રશ્ન પૂછવો છે કે શું તમે બાળાસાહેબ ઠાકરેના એક ભાષણમાં કે વિચારધારામાં ક્યાંય ફિટ બેસો છો ?

ઉદ્ધવ ઠાકરેએ માત્ર ગુંડા જ બનાવ્યા છેઃ નવનીત રાણા

નવનીત રાણાએ વધુમાં કહ્યું કે, “ઉદ્ધવ ઠાકરે હંમેશા એક વાત કહેતા કે જે દિવસે મને કોંગ્રેસ સાથે મળીને સત્તા બનાવવા માટે દબાણ કરવામાં આવશે, તે દિવસે હું મારી દુકાન બંધ કરી દઈશ. તેમણે આ પદ્ધતિના વિચારો તેમના શિવસૈનિકો સામે મૂક્યા છે. બાળાસાહેબના ગયા પછી ઉદ્ધવ ઠાકરેએ માત્ર ગુંડાઓ જ બનાવ્યા છે. હું અમિત શાહ જીને વિનંતી કરું છું કે જે પણ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેને છોડીને હિન્દુત્વની વિચારધારા પર અલગ નિર્ણય લઈ રહ્યા છે અને બાળાસાહેબ ઠાકરેના વિચારો સાથે જોડાઈ રહ્યા છે, તેમના પરિવારોને સુરક્ષા આપવામાં આવે.

છેલ્લા અઢી વર્ષમાં સત્તાનો માત્ર દુરુપયોગ થયોઃ નવનીત રાણા

નવનીત રાણાએ કહ્યું, “અમારે મહારાષ્ટ્ર રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની ગુંડાગીરીને હવે કેવી રીતે રોકવી તે વિશે વિચારવું પડશે.” તેમણે કહ્યું, “છેલ્લા અઢી વર્ષમાં, અમે ઉદ્ધવ ઠાકરેની ગુંડાગીરી, સત્તાનો દુરુપયોગ અને બંધારણને રદ્દ કરનારા નિયમોને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવતા જોયા છે. એટલા માટે હું વિનંતી કરું છું કે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવાની સાથેસાથે મહારાષ્ટ્ર રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati