Uniform Civil Code: દેશમાં તરત જ લાગુ કરો સમાન નાગરિકતા કાયદો, રાજ ઠાકરેએ PM મોદી પાસે કરી માગ

રાજ ઠાકરેએ કહ્યું, હવે હું પીએમ મોદી પાસે બે માગ કરી રહ્યો છું. આ દેશમાં સમાન નાગરિક કાયદો લાવો અને વસ્તી પર રોક લગાવો. આ દેશની સૌથી મહત્વની બાબત છે.

Uniform Civil Code: દેશમાં તરત જ લાગુ કરો સમાન નાગરિકતા કાયદો, રાજ ઠાકરેએ PM મોદી પાસે કરી માગ
Raj Thackeray - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 10:37 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના-મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray MNS) મંગળવારે મુંબઈને અડીને આવેલા થાણેમાં એક વિશાળ સભા (Thane Rally) યોજી હતી. 2 એપ્રિલે મુંબઈના શિવાજી પાર્કમાં રાજ ઠાકરેએ મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે. તેમના નિવેદન બાદ વિવાદ થયો હતો. આ વિવાદ મહારાષ્ટ્રથી આગળ કર્ણાટક અને બિહાર સુધી વિસ્તર્યો હતો. હવે તેઓ આના પર શું કહે છે, લોકો તેની રાહ જોઈ રહ્યા હતા.

વિશાળ ભીડની હાજરીમાં, રાજ ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું, વિપક્ષના લોકો કહી રહ્યા છે કે જ્યારે મને EDની નોટિસ મળી તો હું ભાજપના પક્ષમાં થઈ ગયો. કોહિનૂર કંપની સંબંધિત કેસમાં મને EDની નોટિસ મળી હતી. હું ગયો હતો. જ્યારે મને નરેન્દ્ર મોદી વિશે કંઈ સમજાયું નહીં ત્યારે મેં ખુલ્લેઆમ મારો અભિપ્રાય આપ્યો. પરંતુ જ્યારે કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવ્યું ત્યારે સમર્થનમાં ટ્વીટ કરનાર હું પહેલો વ્યક્તિ હતો. હું પહેલો વ્યક્તિ હતો જેણે કહ્યું કે આ દેશમાં નરેન્દ્ર મોદી જેવા પીએમ હોવા જોઈએ.

રાજ ઠાકરેએ કહ્યું, હવે હું પીએમ મોદી પાસે બે માગ કરી રહ્યો છું. આ દેશમાં સમાન નાગરિક કાયદો લાવો અને વસ્તી પર રોક લગાવો. આ દેશની સૌથી મહત્વની બાબત છે. બિનજરૂરી ટીકા શા માટે કરૂં ? ભવિષ્યમાં પણ મને જે વાત યોગ્ય નહી લાગે તે હું કહીશ. સુપ્રિયા સુલે કહે છે કે જ્યારે EDની નોટિસ આવી ત્યારે ભાજપ વિશે મારો સૂર બદલાઈ ગયો. મારો સવાલ અજિત પવારના ઘર પર EDના દરોડાનો છે. શા માટે શરદ પવારના ઘરે દરોડા પાડવામાં આવ્યા નથી? શા માટે તેઓ પીએમ મોદીને વારંવાર મળે છે ?

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

એનસીપી પર પ્રહાર કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, એનસીપીના નેતા અને મંત્રી છગન ભુજબળ કહે છે કે તેમણે બધુ સહન કર્યું પરંતુ તેમની વિચારધારા બદલી નથી. ભુજબળ સાહેબ, પીએમ મોદી વિરુદ્ધ બોલવા બદલ તમે જેલમાં નથી ગયા. આર્થિક કૌંભાંડ કારણે જેલમાં ગયા. જયંત પાટીલ કહે છે કે જે પાર્ટીનો અંત આવી રહ્યો છે તેના વિશે મારે શું કહેવું? આવો અને ભીડ જુઓ, શું આ ખતમ થવા વાળી પાર્ટી છે ?

આ પણ વાંચો :  રેપ પીડિતાના નવા નિવેદનથી ફેલાઈ સનસનાટી, કહ્યું- ભાજપ નેતા ચિત્રા વાઘની ઉશ્કેરણી પર શિવસેનાના નેતા પર લગાવ્યો ગંભીર આરોપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">