કોશ્યારીને મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી ખબર, તેમને બીજે ક્યાંક મોકલો, શિવાજી પર ટિપ્પણીને લઈને ભડક્યા શિંદે જૂથના ધારાસભ્ય

રાજ્યપાલ કોશ્યારીએ ભૂતકાળમાં પણ અનેક વિવાદો સર્જ્યા છે. ધારાસભ્યએ કહ્યું કે રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના થતા નથી અને તેમની સરખામણી વિશ્વના અન્ય કોઈ મહાન વ્યક્તિ સાથે થઈ શકે નહીં.

કોશ્યારીને મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી ખબર, તેમને બીજે ક્યાંક મોકલો, શિવાજી પર ટિપ્પણીને લઈને ભડક્યા શિંદે જૂથના ધારાસભ્ય
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Nov 21, 2022 | 6:23 PM

શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રમાં હંગામો શરૂ થયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના બાલાસાહેબચી શિવસેનાના ધારાસભ્યએ ભગતસિંહ કોશ્યારીને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીને લઈને સંજય ગાયકવાડે તેમને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. બુલઢાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગાયકવાડે દાવો કર્યો હતો કે કોશ્યારીએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.

રાજ્યપાલ કોશ્યારીએ ભૂતકાળમાં પણ અનેક વિવાદો સર્જ્યા છે. ધારાસભ્યએ કહ્યું કે રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના થતા નથી અને તેમની સરખામણી વિશ્વના અન્ય કોઈ મહાન વ્યક્તિ સાથે થઈ શકે નહીં. તેમણે કેન્દ્રના ભાજપના નેતાઓને અનુરોધ કર્યો હતો કે જે વ્યક્તિને રાજ્યનો ઈતિહાસ, તે કેવી રીતે કામ કરે છે તેની જાણ નથી, તેને બીજી જગ્યાએ મોકલવામાં આવે.

શિંદે જૂથના ધારાસભ્યએ રાજ્યપાલની ટીકા કરી

ગાયકવાડ મુખ્યમંત્રી એકનાથ શિંદેની બાલાસાહેબચી શિવસેનાના ધારાસભ્ય છે. જણાવી દઈએ કે કોશ્યારીએ શનિવારે રાજ્યના આદર્શ વ્યક્તિઓ વિશે ચર્ચા કરી હતી. જે બાદ તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના સમયના આદર્શ વ્યક્તિ હતા અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો પણ ઉલ્લેખ કર્યો. તેમના નિવેદનની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

રાજ્યપાલને મહારાષ્ટ્રની બહાર મોકલવાની અપીલ

ઔરંગાબાદમાં ભાજપ નેતા ગડકરી અને એનસીપીના વડા શરદ પવારને ડી.લિટની પદવી એનાયત કર્યા બાદ રાજ્યપાલે આ ટિપ્પણી કરી હતી. હવે તેમના નિવેદનની ચારે તરફ ટીકા થઈ રહી છે. શિંદે જૂથના ધારાસભ્યએ રાજ્યપાલને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. રાજ્યપાલ કોશ્યારીએ ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે “જ્યારે અમે શાળામાં હતા, ત્યારે શિક્ષકો અમને અમારા પ્રિય નેતાઓ વિશે પૂછતા હતા. અમે સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુના નામ લેતા.

તમને જણાવી દઈએ કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ બની ગયા છે. આજે લોકો ઈચ્છે તો આ મહારાષ્ટ્રમાં તેમને નવા આદર્શો મળશે. તેઓ બાબાસાહેબ આંબેડકરથી લઈને નીતિન ગડકરી અને શરદ પવાર સુધીના હોઈ શકે છે. તેમના નિવેદન પર શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ પણ રાજ્યપાલને મહારાષ્ટ્રની બહાર મોકલવાની માંગ કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati