મુંબઈની વાડિયા હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

મુંબઈની વાડિયા હોસ્પિટલમાં (Wadia Hospital) ભીષણ આગ લાગી હતી. આ આગ બંધ ઓપરેશન થિયેટરમાં લાગી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મુંબઈની વાડિયા હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
Mumbai Wadia Hospital
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Aug 05, 2022 | 8:54 PM

મુંબઈની વાડિયા હોસ્પિટલમાં (Wadia Hospital, Mumbai) ભીષણ આગ લાગી હતી. આ આગ બંધ ઓપરેશન થિયેટરમાં લાગી છે. ફાયર બ્રિગેડની 8 થી 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ ફાયર બ્રિગેડની (fire brigade) 8-9 ગાડીઓ બોલાવવામાં આવી છે, જેના પરથી આગની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. આગ હોસ્પિટલના પહેલા માળે ઓપરેશન થિયેટરના બંધ રૂમમાં લાગી હતી. આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ ફોન પર આગથી સંબંધિત સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

સેંટ્રલ મુંબઈના પરેલ વિસ્તારમાં વાડિયા હોસ્પિટલના પહેલા માળે બાળકો અને મહિલાઓનો વોર્ડ છે. આ જ વોર્ડના ઓપરેશન થિયેટરમાં સાંજે સાત વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. હાલ આ આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ફાયર બ્રિગેડની 8-9 ગાડીઓ બોલાવવામાં આવી છે, જેના પરથી આગની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.

બાળકો અને મહિલા વોર્ડ સાથે જોડાયેલા ઓપરેશન થિયેટરમાં આગ

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ લેવલ ટુની છે. અગ્નિશમન દળ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. વાડિયા હોસ્પિટલમાં આગના સમાચાર મળતાની સાથે જ સીએમ એકનાથ શિંદેએ હોસ્પિટલની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને જરૂરી સૂચનાઓ આપી.

આગ ક્યારે, કેવી રીતે લાગી?

આ ઘટના વિશે અત્યાર સુધી ઉપલબ્ધ સંપૂર્ણ માહિતી અનુસાર, મધ્ય મુંબઈના પરેલ વિસ્તારમાં વાડિયા હોસ્પિટલ છે. આ હોસ્પિટલના પહેલા માળે બાળકો અને મહિલા વોર્ડ અને ઓપરેશન થિયેટર છે. તે જ ફ્લોર પર આવેલા ઓપરેશન થિયેટરના બંધ રૂમમાં સાંજે લગભગ 7 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ આઠથી નવ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તે એક રાહત છે. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. એટલી માહિતી સામે આવી છે કે આ આગ લેવલ ટુની આગ છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગ ઓલવવાની કામગીરી પૂર્ણ થયા બાદ કદાચ વહીવટીતંત્ર આ અંગે સત્તાવાર માહિતી આપશે તો આગ લાગવાના કારણો સ્પષ્ટ થશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati