મુંબઈના બહુમાળી ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં એકનું મોત, BMC એ તપાસના આપ્યા આદેશ

મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ભીષણ આગની ઘટના ઘટી છે. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 6:31 AM

Maharashtra : મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં 60 માળની બિલ્ડિંગમાં લાગેલી આગ હાલ કાબુમાં આવી ગઈ છે.આ ભીષણ આગમાં અરુણ તિવારી નામના વ્યક્તિનું મોત થયુ છે.મળતી માહિતી મુજબ આ વ્યક્તિ આગથી બચવા માટે 19 માળેથી કુદકો માર્યો હતો,તે દરમિયાન તેનુ  મોત નીપજ્યુ હતુ.

26 થી વધુ લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ

રિપોર્ટ અનુસાર, આ બિલ્ડિંગ 60 માળની છે અને આગ 19માં  માળે લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 15 ફાયર ટેન્ડર કામગિરીમાં જોતરાઈ હતી. આ આગમાંથી કુલ 26 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે.

મેયરે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો

આગની માહિતી મળ્યા બાદ મુંબઈના મેયર કિશોરી પેડણેકર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ ઘાયલ વ્યક્તિને સારવાર માટે KEM હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સિક્યુરિટી ગાર્ડે અરુણ તિવારીનું મોત થયુ

કહેવામાં આવી રહ્યુ છે કે, બિલ્ડિંગના સિક્યુરીટી ગાર્ડ અરુણ તિવારીએ આગથી બચવા માટે 19માં માળેથી કુદકો માર્યો હતો,જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

BMCએ તપાસના આદેશ આપ્યા

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ બિલ્ડિંગની ફાયર સિસ્ટમ બે વર્ષથી બંધ હતી, પરંતુ સોસાયટીએ આ અંગે BMC ને જાણ કરી ન હતી. BMC પ્રમુખ ઇકબાલ સિંહ ચહલે હાલ ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : PM Modi Speech highlight :પીએમ મોદીએ કહ્યું – દેશ પાસે એક મોટું લક્ષ્ય છે જેને હાંસલ કરવું છે, તેથી હવે સાવધાની જરૂરી

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યનની વોટ્સઅપ ચેટથી સ્ટાર કિડઝમાં ફફડાટ, આ સેલિબ્રિટિઝના બાળકોની થઈ શકે છે પુછપરછ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">