મુંબઈમાં ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પર્દાફાશ…સાયબર ક્રાઈમે એક આરોપીની સાકિનાકાથી કરી ધરપકડ

મુંબઈમાં ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમે આ મામલામાં એક આરોપીની સાકિનાકાથી ધરપકડ કરી છે. આરોપીનું નામ હરિપ્રસાદ પટેલ હોવાનું સામે આવ્યું છે. જે શાકભાજી વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. આ ઘટના સાયબર ક્રાઈમના ધ્યાને આવતા સૌથી પહેલા આરોપીનું એકાઉન્ટ બંધ કરવામાં […]

મુંબઈમાં ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પર્દાફાશ...સાયબર ક્રાઈમે એક આરોપીની સાકિનાકાથી કરી ધરપકડ
TV9 Webdesk12

|

Feb 19, 2020 | 3:30 PM

મુંબઈમાં ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમે આ મામલામાં એક આરોપીની સાકિનાકાથી ધરપકડ કરી છે. આરોપીનું નામ હરિપ્રસાદ પટેલ હોવાનું સામે આવ્યું છે. જે શાકભાજી વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. આ ઘટના સાયબર ક્રાઈમના ધ્યાને આવતા સૌથી પહેલા આરોપીનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં LRD ભરતી મુદ્દે છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત!

પરંતું ત્યાર પછી પણ આરોપી હરિપ્રસાદે તેના એક મિત્રના મોબાઈલ પરથી એક નવું એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના થકી નાના બાળકોના અશ્લીલ વીડિયો અપલોડ કર્યા હતા. આ ઘટના બાદ સાયબર ક્રાઈમે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો તરફથી મળેલી જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રમાં 1800 અને મુંબઈમાં 619 પોર્નોગ્રાફીના કેસ સામે આવ્યા છે. આ જાણકારી મળ્યા બાદ સાયબર ક્રાઈમ સક્રિય થયું હતું. સાયબર ક્રાઈમે આઈપી એડ્રેસ અને અન્ય જાણકારી લીધા બાદ તપાસ શરૂ કરી. ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં મહારાષ્ટ્રમાંથી 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુંબઈમાંથી એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાઈબર ક્રાઈમને આશંકા છે કે આરોપીઓની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati