Maharashtra: પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને નથી મળી કોઈ રાહત, ખંડણી કેસમાં 14 દિવસ માટે લંબાવવામાં આવી ન્યાયિક કસ્ટડી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ED દ્વારા 2 નવેમ્બર, 2021 ના ​​રોજ ખંડણી અને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

Maharashtra: પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને નથી મળી કોઈ રાહત, ખંડણી કેસમાં 14 દિવસ માટે લંબાવવામાં આવી ન્યાયિક કસ્ટડી
Former Maharashtra Home Minister Anil Deshmukh (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:42 PM

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી (Maharashtra’s ex-Home Minister) અનિલ દેશમુખને રાહત મળી રહી નથી. ખંડણી અને મની લોન્ડરિંગના આરોપોથી ઘેરાયેલા દેશમુખની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ માટે લંબાવવામાં (Judicial Custody Extended) આવી છે. હાલમાં તેઓ મુંબઈની આર્થર રોડ જેલમાં (Mumbai Arthur road jail) બંધ છે. આ પહેલા તેમને મુંબઈની સ્પેશિયલ કોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો હતો. મંગળવારે (18 જાન્યુઆરી) મુંબઈની વિશેષ અદાલતે તેમની ડિફોલ્ટ જામીન અરજી ફગાવી દીધી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવેલા વસૂલાતના આરોપમાં કોર્ટે દેશમુખને જામીન આપ્યા નથી. EDનો આરોપ છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 વચ્ચે બાર માલિકો પાસેથી વસુલી કરવામાં આવી હતી, જે સચિન વાજે દ્વારા અનિલ દેશમુખ સુધી પહોચાડવામાં આવી હતી. ત્યાર પછી અનિલ દેશમુખે તે પૈસાનો ઉપયોગ પોતાના બિઝનેસમાં કર્યો હતો.

પરમબીર સિંહે દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા

તમને જણાવી દઈએ કે મુંબઈમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. આ પછી તે કારના માલિક મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તત્કાલિન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરના પદેથી હટાવવામાં આવ્યા બાદ, પરમવીર સિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલેલા મેલમાં અનિલ દેશમુખ પર મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.

આ પછી દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં દેશમુખના મની લોન્ડરિંગ સાથે જોડાયેલા મામલા પણ સામે આવ્યા હતા. 100 કરોડની વસૂલાત કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ તેમની સામે તપાસ શરૂ કરી હતી. અનિલ દેશમુખ હાલ આર્થર રોડ જેલમાં બંધ છે.

દેશમુખ પર આરોપ લગાવનાર પરમબીર મંગળવારે પણ એસીબી સમક્ષ હાજર થયા ન હતા.

બીજી તરફ પરમબીર સિંહ પોતે રિકવરીના જુદા જુદા કેસોમાં સંડોવાયેલા છે અને લાંબા સમયથી ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થવા માટે અચકાતા હતા. બાદમાં, જ્યારે તેમને ધરપકડથી રક્ષણની ખાતરી આપવામાં આવી, ત્યારે તેઓ ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થયા. મંગળવારે (18 જાન્યુઆરી), પણ પરમબીર રિકવરી કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ હાજર થવામાં નિષ્ફળ ગયા. એસીબીના અધિકારીએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો : Maharashtra: હવે ટ્રેનોમાં ડર વગર મુસાફરી કરી શકશે મહીલાઓ, સેંટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના દરેક મહિલા કોચમાં લાગી રહ્યા છે CCTV

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">