MAHARASHTRA : જલગાંવમાં યુઝ્ડ માસ્કમાંથી ગાદલા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, જાણો કોણ છે એ માનવતાનો દુશ્મન

MAHARASHTRA : જલગાંવ (Jalgaon)માં યુઝ્ડ ફેંકેલા માસ્કમાંથી ગાદલા બનાવી કોરોના સંક્રમણને ફેલાવવાનું નિમિત્ત બન્યો આ કમાણીનો સ્વાર્થ.

MAHARASHTRA : જલગાંવમાં યુઝ્ડ માસ્કમાંથી ગાદલા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, જાણો કોણ છે એ માનવતાનો દુશ્મન
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 10:41 PM

MAHARASHTRA : મહારાષ્ટ્રના જલગાંવ (Jalgaon)માં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. અહી એક શખ્સે કમાણી કરવાનો એક એવો કીમિયો ગોત્યો કે તેના કમાણીના સ્વાર્થમાં કેટલાય લોકોનું સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે.

ગાદલામાં રૂની બદલે ફેંકેલા માસ્ક ભર્યા મહારાષ્ટ્રમાં મુંબઈથી 400 કિલોમીટર દૂર જલગાંવ (Jalgaon) ખાતે અમજદ અહેમદ મન્સૂરી નામનો શખ્સ ગાદલા બનવવાનું કામ કારે છે. આ શખ્સે પોતાના સ્વાર્થ માટે કમાણી કરવા માટે ગાદલામાં રૂની જગ્યાએ વપરાયેલા માસ્ક ભરીને ગાદલા ફુલાવ્યાં અને વેચ્યા પણ ખરા. આ શખ્સના આવા ક્રાંતિકારી ગુનાહિત વિચારોની ગંધ પોલીસને આવી ગઈ અને પુલિસ એને પકડીને લઈ ગઈ છે.

પોલીસે કરી ધરપકડ જલગાંવ સ્થિતિ MIDC પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે જલગાંવ ખાતે મહારાષ્ટ્ર મેટ્રેસ સેન્ટરમાં ગેરકાયદે કામ થઈ રહ્યું છે. અધિક પોલીસ કમિશ્નર ચંદ્રકાંત ગવલીએ જણાવ્યું કે જ્યારે પોલીસે MIDCના કુસુમ્બા સ્થિત ફેક્ટરી પર દરોડો પાડ્યો ત્યારે તેમણે જોયું કે ગાદલામાં ઉપયોગમાં લેવાયેલા માસ્ક ભરવામાં આવી રહ્યાં હતા. પોલીસે ઘટના સ્થળ પરથી જ અમજદ અહેમદ મન્સૂરી નામના શખ્સની ધરપકડ કરી છે જેણે આ કામ કર્યું હતું. પોલીસે આ ફેક્ટરીના માલિક અમજદ અહમદ મન્સૂરી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને હવે પોલીસ આ ધંધામાં શામેલ અન્ય લોકોની શોધખોળ કરી રહી છે. હાલ પોલીસે નિયમો મુજબ કમ્પાઉન્ડમાં ફેલાયેલા નકામા માસ્કનો નાશ કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આવા શખ્સ માનવતાના દુશ્મન નોંધવાલાયક વાત એ છે કે આખા દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે અને ત્યાંની સ્થિતિ અતિ વિકટ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર નજીક હોઈ ગુજરાત પણ કોરોનાની ખરાબ પરીસ્થિતિનો સામનો કરી રહ્યું છે.  આપણે સરકારોને, તંત્રને, હોસ્પિટલ વ્યવસ્થાપકોને, પબ્લિકને કેટલાયને દોષ આપીએ છીએ ત્યારે આ શખ્સ જેવા લોકો માનવતાના દુશ્મન બને છે અને આ તમામની મહેનત પર પાણી ફેરવી દે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 51,751 કેસ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોભયજનક રીતે વધી રહ્યાં છે. આજે 12 એપ્રિલે રાત્રે 9 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 51,751 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 258 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ પહેલા રવિવારે રેકોર્ડ 63,294 નવા કેસ નોંધાયા હતા અને 349 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 34,58,996 લોકોને કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે અને કુલ 58,245 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">