Maharashtra Winter Assembly Session: શિવસેનાના નેતાએ વિધાનસભામાં પીએમ મોદીની કરી મીમીક્રી, ભાજપ આક્રમક થયું તો માંગી માફી

શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે મીમીક્રી કરતાં કહ્યું કે 2014માં દેશના પ્રધાનમાંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદી કહેતા હતા કે, 'કાળું નાણું લાવવું કે ન લાવવું... લાવવું... લાવવું, તો ક્યાં રાખવું... આમ જ રાખવું...'

Maharashtra Winter Assembly Session: શિવસેનાના નેતાએ વિધાનસભામાં પીએમ મોદીની કરી મીમીક્રી, ભાજપ આક્રમક થયું તો માંગી માફી
Clash between Shiv Sena MLA Bhaskar Jadhav and Devendra Fadnavis in Maharashtra Assembly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 11:00 PM

મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના (Maharashtra Winter Assembly Session) પહેલા જ દિવસે મહાવિકાસ અઘાડી સાથે જોડાયેલા નેતાઓ અને વિપક્ષ વચ્ચે ભારે ચર્ચા થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નામનો ઉલ્લેખ કરતા મંત્રી નીતિન રાઉતે (Nitin Raut) સવાલ કર્યો કે દરેકના ખાતામાં 15 લાખ ક્યારે આવશે? શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે (Bhaskar Jadhav)  તો પીએમ મોદીની મીમીક્રી કરી નાખી. જેના કારણે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) આક્રમક બની ગયા હતા અને માફીની માંગ પર અટકી ગયા હતા.

દેવેન્દ્ર ફડણવીસે ભાસ્કર જાધવને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ બધાની વચ્ચે એટલો બધો હંગામો થયો કે વિધાનસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી. આ પછી ભાસ્કર જાધવે માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

PM નરેન્દ્ર મોદી પર શિવસેનાના ધારાસભ્યએ શું કહી દીધુ ?

વિધાનસભામાં એક મુદ્દા પર બોલતા મંત્રી નીતિન રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો. 2014ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના કાળા નાણાને બહાર લાવવા અને દરેકના ખાતામાં 15-15 લાખ રૂપિયા નાખવાના આશ્વાસનને યાદ કરતા તેમણે પૂછ્યું કે આ વચનો ક્યારે પૂરા થશે? આના પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પીએમ મોદીએ ક્યારેય આવું આશ્વાસન આપ્યું ન હતું. ફડણવીસે કહ્યું કે જે મુદ્દા સાથે પીએમ મોદીનો કોઈ સંબંધ નથી તે મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી અને તેઓ તેને સહન કરવાના નથી.

આ પછી શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવ ઉભા થયા. તેમણે મીમીક્રી કરતાં કહ્યું કે 2014માં દેશના પ્રધાનમાંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદી કહેતા હતા કે, ‘કાળું નાણું લાવવું કે ન લાવવું… લાવવું… લાવવું, તો ક્યાં રાખવું… આમ જ રાખવું…’ ભાસ્કર જાધવ દ્વારા પ્રધાનમંત્રીની આ પ્રકારના હાવ – ભાવની નકલ કરતા આ કહેવાથી દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપના નેતાઓ ઉશ્કેરાઈ ગયા અને ભાસ્કર જાધવને સસ્પેન્ડ કરવાની માંગ કરવા લાગ્યા.

 આ રીતે પીએમ મોદીની મિમિક્રી થવાથી દેવેન્દ્ર ફડણવીસ આક્રમક થયા

ભાસ્કર જાધવની પીએમ મોદીની મિમિક્રીથી આક્રમક થયેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ‘સભાગૃહમાં દેશના વડાપ્રધાનની મિમિક્રી સહન કરવામાં આવશે નહીં. શું વિધાનસભાની કાર્યવાહી આમ જ ચાલશે?  મિમિક્રી કરતી વખતે ભાસ્કર જાધવ જે કહી રહ્યા છે તે શોભનીય નથી. આ નહીં ચાલે. અમે તેમના નેતાઓની નકલ કરીએ તો ચાલશે? તેમણે માફી માંગવી પડશે, અધ્યક્ષ મહોદય’

શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે માંગી માફી

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ એટલા આક્રમક બની ગયા કે તેમણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી. આ પછી ભાસ્કર જાધવે ઉભા થઈને સમગ્ર મામલાને લઈને દિલગીરી વ્યક્ત કરી અને માફી માંગી. આમ મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો : New Year 2022: મુંબઈમાં ન્યુ યર પાર્ટીઓ પર BMC અને પોલીસની કડક નજર, નવા નિયમો થયા જાહેર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">