Weather Update: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી મુશળધાર વરસાદ પડશે, હવામાન વિભાગનું અનુમાન

મુંબઈ (Mumbai), થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જલગાંવ, સાંગલી, કોલ્હાપુર, પાલઘર, ધુલે, નંદુરબાર, યવતમાલ, અહમદનગર જિલ્લામાં આગામી 4 દિવસ સુધી મુશળધાર વરસાદ (Heavy Rain)ની સંભાવના છે.

Weather Update: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી મુશળધાર વરસાદ પડશે, હવામાન વિભાગનું અનુમાન
file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 8:47 PM

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદની (Rain Alert) સંભાવના છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં એલર્ટ (Weather Update) જાહેર કર્યું છે. રાજ્યના વિવિધ સ્થળોએ પ્રિ-મોન્સુન વરસાદે (Pre Monsoon Rain) પોતાની હાજરી નોંધાવી દીધી છે. વરસાદનું આ આગમન મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. મરાઠાવાડા, વિદર્ભ સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોએ ખેતીની કામગીરી વેગવંતી શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં વધુ ભારે વરસાદ પડશે.

નાંદેડ જિલ્લામાં ચોમાસા પહેલા વરસાદે જોરદાર બેટિંગ કરી છે. બુધવારે સાંજે અને મધ્યરાત્રિએ નાંદેડ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદથી ચોમાસા પહેલા જ વાતાવરણ ચોમાસા જેવું બની ગયું છે. હવામાન વિભાગે બે દિવસ પહેલા મુંબઈ, કોંકણ, વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાનું એલર્ટ જાહેર કર્યું હતું.

વિદર્ભ, કોલ્હાપુર અને કોંકણમાં તોફાની હવામાન રહેશે

પશ્ચિમ ભાગમાં નીચા દબાણના ક્ષેત્રની રચના અને બંગાળની ખાડી તરફ ચક્રવાતની સ્થિતિને કારણે દેશના ઘણા રાજ્યોમાં પ્રિ-મોન્સુન વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર સહિત કોંકણ અને વિદર્ભના ભાગોમાં આગામી ચાર દિવસ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદનું અનુમાન છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

આ 13 જિલ્લામાં ખાસ કરીને મુશળધાર વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 જિલ્લાઓ જ્યાં મુશળધાર વરસાદની અપેક્ષા છે, તેમાં મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જલગાંવ, સાંગલી, કોલ્હાપુર, પાલઘર, ધુલે, નંદુરબાર, યવતમાલ, અહેમદનગર જિલ્લાનું નામ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કોંકણ વિસ્તારમાં 29 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદ પડશે. આ સિવાય મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભ પ્રદેશમાં આજે (26 મે, ગુરુવાર) હવામાન શુષ્ક રહ્યું હોવા છતાં આગામી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ખેડૂતોએ ખેતીને લગતી તૈયારીઓ તેજ કરી દીધી છે અને ચોમાસા પહેલાના વરસાદને આવકાર્યો છે.

ગુજરાતમાં પણ શરૂ થઈ પ્રિ-મોન્સુન એક્ટીવિટી

ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. થંડર સ્ટોર્મના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેથી કાળઝાળ ગરમીમાં તપી રહેલા રાજ્યવાસીઓને હવે ગરમીમાંથી રાહત મળશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">