રવિવારે મુંબઈ પુણે સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી અનુસાર, મુંબઈ, કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી (Unseasonal rain in maharashtra) વરસાદ તબાહી મચાવી રહ્યો છે. ઉત્તર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં વિઝિબિલિટી ઘણી ઓછી છે. વાતાવરણમાં ધુમ્મસ અને ધૂળના સ્તરો દેખાય છે. છેલ્લા મહિનાથી ઠંડી પ્રચંડ થઈ રહી છે. તો ક્યાંક રાત્રીના સમયે કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાનમાં આવેલા આ ફેરફારોએ રવિવારે નવી સમસ્યા સર્જી છે. રવિવારે પાકિસ્તાનથી આવેલું ધૂળનું તોફાન હવે ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચ્યું છે. આને કારણે, હવામાં ખાસ કરીને મુંબઈ અને પુણેમાં મોટી માત્રામાં ધૂળના કણો (Mumbai Weather) સમાઈ ગયા છે. જેના કારણે ખાસ કરીને મુંબઈમાં પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પર એક સફેદ રંગની ધુળનું વિચિત્ર સ્તર જમા થઈ ગયું છે.
મુંબઈમાં ટુ વ્હીલર, ફોર વ્હીલ વાહનો અને ઘરો પર આ સફેદ ધુળની ચાદરોનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અનૌપચારિક રીતે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનથી આવી રહેલા ધૂળની ડમરીઓ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે, પરંતુ હજુ સુધી ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેની પુષ્ટિ કરી નથી. ભારતીય હવામાન વિભાગના નિષ્ણાત કે. એસ. હોસાલિકરે ટ્વીટ કરીને જણાવ્યું કે ધૂળની ડમરીઓ ફૂંકાશે, પરંતુ તેનું કારણ જણાવ્યું નથી. એવું કહેવામાં આવ્યું છે કે આગામી 12 કલાકમાં ઉત્તર કોંકણ, મુંબઈ, થાણે, પાલઘર થઈને અરબી સમુદ્રની આસપાસ જોરદાર પવન અને વાવાઝોડું ફૂંકાશે. મુંબઈકરોને આના કારણો વિશે સ્પષ્ટપણે કોઈ ખ્યાલ નથી. તે ચિંતાનું કારણ જ છે.
23/01; पुढील १२ तासांत उत्तर कोकणात काही ठिकाणी धुळीचे वारे (तास 20-30 किमी) येण्याची शक्यता आहे. मुंबई ठाणे पालघर आणी आसपासच्या भागांत– IMDPl read below, To distinguish dust layer. Dust appears pink/magenta during day and purple at night. pic.twitter.com/sT4Kb81ARL
— K S Hosalikar (@Hosalikar_KS) January 23, 2022
હાલમાં રસ્તાઓ પર વાહનો ચલાવતી વખતે સામેની વસ્તુઓ જોવામાં તો તકલીફ પડી રહી છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ પણ વધી ગઈ છે. વાદળો આકાશમાં સંતાકુકડી રમી રહ્યા છે. તેઓ હવામાનને વધુ નીરસ બનાવી રહ્યા છે. સુર્યના કિરણો ન દેખાવાથી અને ધુળના કણો હવામાં ભળેલા હોવાથી વિઝિબીલીટી વધારે ઘટી ગઈ છે.
મુંબઈના દાદર, લોઅર પરેલ, મહાલક્ષ્મી અને આસપાસના વિસ્તારોમાં રવિવારે હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. મુંબઈ, થાણે, પાલઘર સહિત ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલે, નાસિક, જલગાંવના ભાગોમાં ફરી એકવાર વરસાદ પડ્યો. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. મુંબઈમાં સામાન્ય રીતે ઠંડી એટલી બધી પડતી નથી હોતી. પરંતુ આ તમામ કારણોસર મુંબઈમાં પણ શિયાળાનો પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું છે.
મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના સિંધુદુર્ગ જિલ્લામાં, કુડાલ, સાવંતવાડી, દોડામાર્ગ, વેગુર્લે તાલુકામાં ઘણા વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ થયો છે. આ કમોસમી વરસાદે કેરી અને કાજુ પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.