Maharashtra: કોરોના, વરસાદ, પૂર, દુર્ઘટનાઓ ઉદ્ધવ ઠાકરેને લીધે, કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેએ કર્યો કટાક્ષ

આ સિવાય નારાયણ રાણેએ એમ પણ કહ્યું હતું કે, જો રાજ્ય સંભાળી નથી શકાતું, તો અમને આપી દો. અમે અહીં રાહ જોતાં બેઠા છીએ. આટલું કહીને નારાયણ રાણે દેવેન્દ્ર ફડણવીસ તરફ જોઈનેં હસવા લાગ્યા.

Maharashtra: કોરોના, વરસાદ, પૂર, દુર્ઘટનાઓ ઉદ્ધવ ઠાકરેને લીધે, કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેએ કર્યો કટાક્ષ
File Image

મહારાષ્ટ્રની તમામ દુર્ઘટનાઓ, વરસાદ, પૂર અને કોરોના માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray)  પગલાં  જવાબદાર છે. આ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે(Union Minister Narayan Rane)ના મંતવ્યો છે.એટલું જ નહીં નારાયણ રાણે મુખ્યમંત્રીના પગ જોવા પણ ઉત્સુક છે. તેઓ જાણવા માગે છે કે તેમના પગનાં તળીયા સફેદ તો નથી ને !

આ સિવાય નારાયણ રાણેએ એમ પણ કહ્યું હતું કે, જો રાજ્ય સંભાળી નથી શકાતું, તો અમને આપી દો. અમે અહીં રાહ જોતાં બેઠા છીએ. આટલું કહીને નારાયણ રાણે દેવેન્દ્ર ફડણવીસ તરફ જોઈનેં હસવા લાગ્યા.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કાલે તલીયાં ગામ અને આજે (25 JULY, રવિવાર) ચિપલુનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણે, વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવિણ દારેકરે પૂરગ્રસ્ત ચિપલૂનની ​​મુલાકાત લીધી હતી.

આ પછી, પત્રકાર પરિષદમાં નારાયણ રાણેએ મુખ્ય પ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે રાજ્યમાં સતત સંકટનું કારણ મુખ્યમંત્રીના પગલાનાં લક્ષણો છે. તેના આગમન પછી જ તોફાન આવ્યું, વરસાદ આવ્યો, કોરોના આવ્યો…  બધું શરૂ થયું.આ આપણા બધા માટે તેમનું યોગદાન છે.

મુખ્યમંત્રી આવ્યાં અને કોરોના લાવ્યા. તેમના પગ જોવાની જરૂર છે, શું તે સફેદ તો નથી ને ! આ શબ્દોમાં નારાયણ રાણે મુખ્યમંત્રી પર ટિપ્પણી કરી હતી.

‘મુખ્ય પ્રધાન તપાસ કરી રહ્યા છે, અમે મદદ કરીશું’

ચિપલૂનના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી નારાયણ રાણેએ કહ્યું કે મુખ્યમંત્રી અહીં આવ્યા. તેઓએ અહીં મુલાકાત લીધી, તેઓ તપાસ કરતાં રહેશે. હું અહીંથી દિલ્હી જઈશ અને તરત જ વડા પ્રધાન મોદીને એક રિપોર્ટ આપીશ.

પત્રકારો સાથે વાત કરતા રાણેએ કહ્યું હતું કે અમે અહીંના લોકોને રાહત કેવી રીતે આપવી, તેમના પગ પર કેવી રીતે ઉભા કરવાં, અને તેમની મુશ્કેલીઓને દૂર કરવી તે અમે જોશું. આ આપણા લોકો છે, આપણા પરિવારના લોકો છે. હું ધ્યાન રાખીશ કે તેમની આંખોમાં આંસુ ન આવે.

‘હું તમને જોવા નહી, મદદ કરવા આવ્યો છું’

તેમણે કહ્યું કે ચીપલૂનમાં સ્થિતિ ભયાનક છે. વેપારીઓને વીમાના પૈસા એડવાન્સ મળવા જોઈએ. સરકારે નુકસાનની ભરપાઇ કરવી જોઈએ અને જેમના ઘરો ઉજડી ગયા છે, તેઓનું પુનર્વસન થવું જોઈએ.

નારાયણ રાણેએ આ માંગની સાથે જ જણાવ્યું હતું કે, કેન્દ્રની વિવિધ યોજનાઓ હેઠળ વેપારીઓને તમામ શક્ય મદદ કરવામાં આવશે.હું પરિસ્થિતિ જોવા અહીં નથી આવ્યો. પરંતું આપણા લોકો બેઘર થઈ ગયા છે. તેમને કેવી રીતે મદદ કરવી, તે માટે હું અહીં આવ્યો છું. વધારેમાં વધારે મદદ કરવામાં આવશે. આ અમારી ફરજ છે.

શું મુખ્યમંત્રી મહેમાન છે?

નારાયણ રાણેએ આક્રોશમાં કહ્યું કે લોકો રડી રહ્યા છે. ઘર વખરી બરબાદ થઈ ગઈ છે, પૂરમાં વિનાશને લીધે વસ્તુઓ ફેંકી દેવી પડી છે. અને આ અધિકારીઓ દાંત બતાવી રહ્યા છે. મુખ્યમંત્રીને છોડવા ગયા છે. શું તેઓ મહેમાન છે?

આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં આવીને જોવું એ તેમનું કાર્ય અને ફરજ છે. અધિકારીઓ સંપૂર્ણ બેદરકાર છે. બીજી વખતે હું જાણ કર્યા વગર આવીશ. અને જોઈશ કે તેમની ખુરશી કેવી રીતે સલામત રહે છે.

હું આવ્યો, તેથી મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

નારાયણ રાણેએ વધુમાં કહ્યું કે ચોથા દિવસે મુખ્ય પ્રધાન કોંકણ કેમ આવ્યા? હું તમને જણાવું, મારો ફેક્સ ગઈકાલે સાંજે 6.30 વાગ્યે આવ્યો હતો. હું કોંકણ આવી રહ્યો છું, આ માહિતી આપી. આ પછી મુખ્યમંત્રીએ કોંકણનો તેમનો કાર્યક્રમ નક્કી કર્યો. ત્યારબાદ માતોશ્રીનો દરવાજો ખુંલ્યો. નહીં તો તે બંધ હતો.

લોકોને જે રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તે જ રીતે તેઓ તેમના ઘરે એચમિટ હતા. આજે સવારે તેમને ડિસ્ચાર્જ મળ્યો હતો. ત્યાંથી તેઓ સીધા ચિપલૂન આવ્યાં.

આ કેવા મુખ્યમંત્રી છે ? કેવી છે તેમની સંવેદના ? જ્યારે સંકટ આવ્યું ત્યારે જ તેમને અહીં આવવું જોઈએ. પરંતુ તેઓ પાછળથી આવે છે અને મોટી – મોટી વાતો કરીને જતાં રહે છે. આ રાજ્યમાં મુખ્યમંત્રી નથી. પ્રશાસન નથી.

રાજ્યની પરિસ્થીતી ભયાનક છે.જો રાજ્ય સંભાળી નથી શકાતું, તો અમને આપી દો. અમે અહીં રાહ જોતાં બેઠા છીએ. આટલું કહીને નારાયણ રાણે દેવેન્દ્ર ફડણવીસ તરફ જોઈનેં હસવા લાગ્યા.

આ પણ વાંચો : Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

Click on your DTH Provider to Add TV9 Gujarati